ETV Bharat / sports

રોહિત શર્માની કેપ્ટનશીપ પર સુનીલ ગાવસ્કર

author img

By

Published : Sep 30, 2021, 11:42 AM IST

સુનીલ ગાવસ્કરે એક શોમાં કહ્યું, "મને લાગે છે કે રોહિતને આગામી બે વર્લ્ડ કપ માટે કેપ્ટન બનાવવો જોઈએ. તમે એમ કહી શકો છો કારણ કે વર્લ્ડ કપ સતત યોજાવાના છે. એક આગામી મહિને છે, તો બીજો આવતા વર્ષે થવાનો છે. "

રોહિત શર્માની કેપ્ટનશીપ પર સુનીલ ગાવસ્કર
રોહિત શર્માની કેપ્ટનશીપ પર સુનીલ ગાવસ્કર
  • રોહિત શર્માને ભારતનો કેપ્ટન બનાવવો જોઈએઃ સુનીલ ગાવસ્કર
  • 2018માં રોહિતની કેપ્ટનશીપમાં નિદાહસ ટ્રોફી અને એશિયા કપ જીત્યો હતો
  • ગાવસ્કર રાહુલ-પંત વાઇસ તરીકે જોવા માંગે છે

મુંબઈ: ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરનું માનવું છે કે આગામી બે ટી 20 વર્લ્ડ કપ માટે રોહિત શર્માને ભારતનો કેપ્ટન બનાવવો જોઈએ. ગાવસ્કરે એમ પણ કહ્યું હતું કે, રોહિત લોકેશ રાહુલ અને રીષભ પંતને ટી 20 ફોર્મેટના વાઇસ કેપ્ટન બનવા માટે તેમની પસંદગી તરીકે જુએ છે.

ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સના શો ક્રિકેટ કનેક્ટેડમાં કહ્યું, "મને લાગે છે કે રોહિતને આગામી બે વર્લ્ડ કપ માટે કેપ્ટન બનાવવો જોઈએ. તમે એમ કહી શકો કારણ કે વર્લ્ડ કપ સતત થવાના છે. એક આવતા મહિને છે, તો બીજો આવતા વર્ષે. તમે આવા સમયે કેપ્ટનને વધારે બદલવા માંગતા નથી. રોહિત આ બંને ટી 20 વર્લ્ડ કપ માટે કેપ્ટન તરીકે મારી પસંદગી હશે. "

ગાવસ્કરે રાહુલ અને પંતને ટીમના ઉપ-કેપ્ટન તરીકે પણ નામ લીધુ

રોહિત શર્માની દમદાર બેટીંગ છે તેમાં કોઈ શક નથી તેમજ આઈપીએલમાં મુંબઈ ટીમની કેપ્ટનશીપ પણ સારી રહી છે. રોહિત શર્માના નેતૃત્વમાં મુબઈ ઈન્ડિયસ એક મજબુત ટીમ પણ આપી છે તેમજ કેટલીક ટ્રોફી પણ અપાવી છે. અને ભારતે 2018માં રોહિતની કેપ્ટનશીપમાં નિદાહસ ટ્રોફી અને એશિયા કપ જીત્યો હતો. આ ઉપરાંત ગાવસ્કરે રાહુલ અને પંતને ટીમના ઉપ-કેપ્ટન તરીકે પણ નામ લીધુ હતું

રાહુલને ઉપ-કેપ્ટન તરીકે જોઉંઃ ગાવસ્કરે

ગાવસ્કરે કહ્યું, "હું રાહુલને ઉપ-કેપ્ટન તરીકે જોઉં છું. પંત પણ મારા દિમાગમાં છે કારણ કે તેણે દિલ્હી કેપિટલ્સનું સારું નેતૃત્વ કર્યું છે અને તે એનરિક નોરખીયા અને કાગિસો રબાડાનો યોગ્ય ઉપયોગ કરી રહ્યો છે. રાહુલ અને પંત એવા બે ખેલાડીઓ છે જેમને હું વાઇસ તરીકે જોઉં છું. બીજી તરફ વિરાટ કોહલીની કેપ્ટનશીપના અટકળો બાદ રોહિત શર્મા પર સવ કોઈની નજર છે.

આ પણ વાંચોઃ વિરાટ કોહલીએ T20 World Cup પછી સુકાની પદ છોડવાની જાહેરાત કરતા હવે રોહિત શર્મા બની શકે છે ટીમ ઈન્ડિયાના નવા સુકાની

આ પણ વાંચોઃ યુવરાજ સિંહ દ્વારા કરવામાં આવેલી જાતિવાદી ટિપ્પણીના કેસમાં હાઇકોર્ટમાં સુનાવણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.