મુંબઈઃ વુમન પ્રીમિયર લીગની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. શનિવારે પાટીલ સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે બરોબરની ટક્કર જોવા મળી હતી. હરમનપ્રીતે 30 બોલમાં 65 રન ફટકારી દીધા હતા. જ્યારે ગુજરાતની ટીમ 64 રનમાં સમેટાઈ ગઈ હતી. મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરતા મુંબઈની ટીમે 5 વિકેટના નુકસાનથી 207 રન બનાવ્યા હતા. હરમનપ્રીતે પોતાની બેટિંગમાં 14 ફોર ફટકારી હતી. આ સિવાય મૈથ્યુઝે 74 અને અમેલિયા કેરે 45 રનની ઈનિંગ્સ રમી હતી. 208 રનનો ટાર્ગેટના જવાબમાં ગુજરાતની સમગ્ર ટીમ 15.1 ઓવરમાં 64 રન જ બનાવી શકી હતી.
-
The @ImHarmanpreet-led @mipaltan are off the mark in the #TATAWPL in style! #MI win the opening game against #GG by 143 runs 👏👏#TATAWPL | #GGvMI pic.twitter.com/W8GnPXpb4D
— Women's Premier League (WPL) (@wplt20) March 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The @ImHarmanpreet-led @mipaltan are off the mark in the #TATAWPL in style! #MI win the opening game against #GG by 143 runs 👏👏#TATAWPL | #GGvMI pic.twitter.com/W8GnPXpb4D
— Women's Premier League (WPL) (@wplt20) March 4, 2023The @ImHarmanpreet-led @mipaltan are off the mark in the #TATAWPL in style! #MI win the opening game against #GG by 143 runs 👏👏#TATAWPL | #GGvMI pic.twitter.com/W8GnPXpb4D
— Women's Premier League (WPL) (@wplt20) March 4, 2023
આ પણ વાંચોઃ IND vs AUS 3rd Test: ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટ મેચમાં 9 વિકેટથી જીત પોતાના નામે કરી
બોલર્સનો તરખાટઃ જ્યારે મુંબઈની ટીમ બોલિંગ માટે ઊતરી એ સમયે સાયકા ઈશાકાએ 3.1 ઓવરમાં 11 રન આપીને 4 વિકેટ ખેરવી હતી. જે મુંબઈ માટે મોટી અને મહત્ત્વની વિકેટ સાબિત થઈ. સાયકા સિવાય મુંબઈ ટીમ માટે અમેલિયા કેર અને નેટ સિવર બ્રંટે 2-2- વિકેટ ખેરવી હતી. ગુજરાત ટીમની સામે ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે 22 રનમાં હાફસેન્ચુરી મારી હતી. આ બેટિંગ દરમિયાન હરમને બોલરને હંફાવી દીધા હતા. 7 બોલમાં જોરદાર ફોર ફટકારી હતી. હરમન પહેલા મોનિકા પટેલે 15મી ઓવરની અંતિમ બોલમાં 4 ફોર ફટકારી હતી.
આજની મેચઃ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રવિવારે વિમેન્સ પ્રીમિયરલીગમાં સ્મૃતિ મંધાનાના નેતૃત્વની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તથા દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાશે. સ્મૃતિ અને જેમિમાની જોડી જય-વીરૂ તરીકે જાણીતી છે. હાલ તો એવું મનાય છે કે, દિલ્હીની ટીમ વધારે મજબુત છે. બીજી તરફ ગુજરાત જાયન્ટને પહેલી જ મેચમાં મોટો ફટકો મળ્યો છે. જોકે, બીજા ચાન્સમાં ટીમ કેવું પ્રદર્શન કરે છે એના પર સૌની નજર છે. ગુજરાતની મેચ સાજે 7.30 વાગ્યે શરૂ થશે. જ્યારે યુપી-દિલ્હી વચ્ચેની મેચ 3.30 વાગ્યા શરૂ થશે. ફરી એકવખત બોલર ટિટાસ સાધુની કાતિલ બોલિંગ જોવા મળશે.
આ પણ વાંચોઃ IND vs AUS ત્રીજી ટેસ્ટ મેચ ઇન્દોરમાં નવ વિકેટથી ભારતની હાર પર રોહિત શર્માનું નિવેદન
ધમાકેદાર પ્રારંભઃ બોલિવૂડની સુપરસ્ટાર અભિનેત્રી કિયારા અડવાણી અને ક્રિતી સેનન તથા પંજાબ પોપસ્ટાર એ.પી.ધિલ્લોનના ધમાકેદાર પર્ફોમન્સથી ટુર્નામેન્ટ શરૂ થઈ હતી. ધમાકેદાર પ્રારંભ થતા એક અનોખી ઈવેન્ટ યોજાઈ હતી. કિયારના જોશભર્યા ડાન્સ સાથે શરૂ થયેલી ઈવેન્ટમાં ક્રિકીએ ડાન્સ સ્ટેપ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.