ETV Bharat / sports

Most IPL Winners Team : કઈ ટીમે સૌથી વધુ IPL ટ્રોફીનો ખિતાબ જીત્યો છે જાણો..... - બોર્ડર ગાવસ્કર ટ્રોફી

IPL 16 2023: IPL ટુર્નામેન્ટ અત્યાર સુધીમાં 15 વખત યોજાઈ ચુકી છે. હવે આઈપીએલની 16મી સિઝન 31 માર્ચ 2023ના રોજ યોજાવાની છે. આ લીગમાં કઈ ટીમે સૌથી વધુ વખત ટાઇટલ જીત્યું છે? આ જાણવા માટે વાંચો સંપૂર્ણ સમાચાર...

Most IPL Winners Team : કઈ ટીમે સૌથી વધુ IPL ટ્રોફીનો ખિતાબ જીત્યો છે જાણો.....

author img

By

Published : Feb 20, 2023, 5:32 PM IST

નવી દિલ્હી : IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) 16 ટૂર્નામેન્ટ 31 માર્ચ 2023થી અમદાવાદમાં શરૂ થવા જઇ રહી છે. આ ટુર્નામેન્ટની શરૂઆતની મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ લીગમાં 52 દિવસમાં 10 ટીમો વચ્ચે 70 મેચ રમાશે અને પ્લેઓફમાં 4 મેચ રમાશે. ગુજરાત ટાઇટન્સ 2022માં IPL 15 જીતીને ચેમ્પિયન બની હતી. IPLની 15મી સિઝનની ફાઇનલમાં ગુજરાતે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું હતું. પરંતુ IPLની સૌથી સફળ ટીમ ગણાતી આ લીગમાં કઈ ટીમે સૌથી વધુ વખત ટ્રોફી જીતી છે. ચાલો તેના વિશે જાણીએ.

ટીમે સૌથી વધુ IPL ટ્રોફીનો ખિતાબ જીત્યો છે

IPL 18 એપ્રિલ 2008ના રોજ શરૂ થઈ હતી : વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ 18 એપ્રિલ 2008ના રોજ શરૂ થઈ હતી. આ લીગની પ્રથમ મેચ કર્ણાટકના એમ ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. IPL 2008નું ટાઇટલ જીતનારી રાજસ્થાન રોયલ્સ પ્રથમ ટીમ બની હતી. લેગ સ્પિન શેન વોર્નની કપ્તાનીમાં રાજસ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સને ફાઇનલમાં ત્રણ વિકેટે હરાવ્યું હતું. પરંતુ 2008 થી 2022 સુધી, સૌથી વધુ IPL ખિતાબ જીતનાર રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ મુંબઈ ઈન્ડિયન્સ છે. અત્યાર સુધી મુંબઈ પાંચ વખત IPL ટ્રોફી જીતીને ચેમ્પિયન બન્યું છે. મુંબઈની માલિકી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અને નીતા અંબાણી પાસે છે. એટલું જ નહીં મુંબઈને IPLની સૌથી સફળ ટીમ માનવામાં આવે છે. આ પછી, એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ બીજા નંબર પર છે.

રોહિત શર્મા
રોહિત શર્મા

આ પણ વાંચો : Former BCCI Official Revealed : યુવા ક્રિકેટરો પાસે જાતીય સંબંધોની કરાઈ હતી માંગણી, ભ્રષ્ટાચારનો પણ થયો હતો ખુલાસો

મુંબઈ 5 વખત IPL ચેમ્પિયન બન્યું છે : રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સે 2013માં પ્રથમ આઈપીએલ ટાઈટલ જીત્યું હતું. 2015માં બીજી વખત મુંબઈએ આ લીગ જીતી હતી. તે પછી, 2017, 2019 અને 2020 માં, મુંબઈ ઈન્ડિયન્સ IPL ટાઈટલ જીતીને 5 વખત ચેમ્પિયન બની હતી. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈએ આ તમામ IPL ટાઈટલ જીત્યા છે. એટલા માટે રોહિત શર્મા પણ આ IPL ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ કેપ્ટન બની ગયો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં રોહિત શર્મા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે.

આ પણ વાંચો : Rahul-Bharat May be out of next test : રાહુલ અને ભરત આગામી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.