ETV Bharat / sports

Mohammed Siraj: દિલદાર સિરાજ, પ્લેયર ઓફ ધ મેચ ઈનામી રકમ આ લોકોને સમર્પિત કરી - asia cup 2023 player of the match

રવિવારે રમાયેલ એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બનેલા મોહમ્મદ સિરાજે એકલા હાથે ભારતને ખિતાબ સુધી પહોંચાડ્યા બાદ તેણે પણ એક ઉદાર કાર્ય કર્યું છે, જેની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે.

Mohammed Siraj
Mohammed Siraj
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2023, 3:07 PM IST

કોલંબોઃ ભારતે રવિવારે પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલ એશિયા કપ 2023ની ફાઈનલ જીતીને રેકોર્ડ 8મી વખત ખિતાબ જીત્યો હતો. મોહમ્મદ સિરાજની 6 વિકેટને કારણે ભારતે T-20 કરતાં પણ ઓછા સમયમાં આ ODI મેચ જીતી લીધી હતી. સિરાજની બોલિંગનો જાદુ એવો હતો કે, શ્રીલંકાની આખી ટીમ માત્ર 50 રનમાં જ સમેટાઈ ગઈ હતી. સિરાજે પોતાની બોલિંગથી માત્ર કરોડો લોકોના દિલ જ નહીં જીત્યા, તેણે પોતાના વ્યક્તિત્વથી કરોડો ભારતીયોના દિલ પણ જીતી લીધા હતા.

  • Mohammad Siraj today:

    •Taking picture with SL ground staff.
    •Picked 6 wickets haul.
    •5 wickets just in 16 balls.
    •Creating many records.
    •Won MOM awards.
    •Dedicated his MOM & Prize money to Ground staff.

    Mohammad Siraj - An incredible player and Incredible human being! pic.twitter.com/MrjHg64B0L

    — CricketMAN2 (@ImTanujSingh) September 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઈનામની રકમ ગ્રાઉન્ડસ સ્ટાફને સમર્પિત: વાસ્તવમાં થયું એવું કે, સિરાજને તેની મેચ વિનિંગ બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. સિરાજ માટે પ્લેયર ઓફ ધ મેચની ઈનામી રકમની જાહેરાત થતાં જ સિરાજે તે રકમ પ્રેમદાસા સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફને સમર્પિત કરી દીધી. તેણે ગ્રાઉન્ડ સ્ટાફને US $ 5,000 (ભારતીય ચલણમાં 4.515 લાખ રૂપિયા)ની રકમ સમર્પિત કરી અને કહ્યું કે, હું ગ્રાઉન્ડસ સ્ટાફને આ રોકડ પુરસ્કાર આપવા માંગુ છું. તે જ તેને લાયક છે. જો તેઓ ન હોત તો આ ટુર્નામેન્ટ સફળ ન થઈ હોત

સિરાજને અભિનંદન પાઠવ્યાઃ સિરાજના આ પગલાએ તેની ઉદારતા બતાવીને કરોડો ભારતીયોને પ્રભાવિત કર્યા છે, જ્યારે ક્રિકેટ ચાહકો અને દેશવાસીઓ પણ સિરાજના આ પગલાના વખાણ કરવામાં અચકાયા નથી. કરોડો ભારતીયોએ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સિરાજને અભિનંદન પાઠવ્યા હતા.

જય શાહે પણ જાહેરાત કરી: આ પછી એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે પણ રવિવારે ગ્રાઉન્ડ સ્ટાફને તેમની સેવાઓ બદલ ઈનામી રકમ આપવાની જાહેરાત કરી હતી.

શાહે એક્સ પર પોસ્ટ કર્યું:

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) અને શ્રીલંકા ક્રિકેટ (SLC) ને કોલંબો અને કેન્ડીમાં સમર્પિત ક્યુરેટર્સ અને ગ્રાઉન્ડસમેન માટે US$50,000 ના વાજબી ઇનામ ભંડોળની જાહેરાત કરવામાં ગર્વ છે. તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને સખત મહેનતે એશિયા કપ 2023ને અવિસ્મરણીય બનાવ્યો. પીચની ઉત્કૃષ્ટતાથી લઈને લીલાછમ આઉટફિલ્ડ સુધી, તેણે ક્રિકેટની ઉત્તેજના માટે એક પ્લેટફોર્મ સુનિશ્ચિત કર્યું હતું.

શાહે બીજી પોસ્ટ કરી હતી: ક્રિકેટની સફળતામાં તેમનું મહત્વનું યોગદાન સ્પષ્ટ છે, ચાલો આપણે તેમની મહાન સેવાઓની ઉજવણી કરીએ અને સન્માન કરીએ.

  • 🏏🏟️ Big Shoutout to the Unsung Heroes of Cricket! 🙌

    The Asian Cricket Council (ACC) and Sri Lanka Cricket (SLC) are proud to announce a well-deserved prize money of USD 50,000 for the dedicated curators and groundsmen at Colombo and Kandy. 🏆

    Their unwavering commitment and…

    — Jay Shah (@JayShah) September 17, 2023
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

રોહિત શર્માએ પણ ગ્રાઉન્ડ સ્ટાફના વખાણ કર્યા: તમને જણાવી દઈએ કે, આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી તમામ સુપર 4 મેચોમાં વરસાદે દખલ કરી હતી. 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને ભારત વચ્ચે રમાયેલી પ્રથમ મેચ પાકિસ્તાની ઇનિંગ્સ વિના રદ કરવી પડી હતી અને બીજી મેચ વરસાદને કારણે રિઝર્વ ડેમાં ગઈ હતી. શ્રીલંકા અને ભારત વચ્ચે રમાયેલી ફાઈનલ પહેલા જ વરસાદના કારણે રમત ખોરવાઈ ગઈ હતી. આ કારણે, ગ્રાઉન્ડ સ્ટાફને ખૂબ જ મહેનત કરવી પડી અને મેચ વહેલી શરૂ કરવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા. આ પહેલા રોહિત શર્માએ પણ ગ્રાઉન્ડ સ્ટાફના વખાણ કર્યા હતા.

આ પણ વાંચોઃ

  1. India won Asia Cup 2023 : ભારતીય ટીમે લંકા લુંટી, 8મી વખત બની એશિયા કપ ચેમ્પિયન
  2. India vs Australia: રાજકોટમાં 27મીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે, ટિકિટના ભાવ પણ જાણી લો..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.