ETV Bharat / sports

મમતા બેનર્જીનો મોટો દાવો, જો વર્લ્ડકપની ફાઈનલ કોલકાતા કે મુંબઈમાં યોજાઈ હોત તો ભારત જીત્યું હોત. - mamata banerjee on team india

Mamata Banerjee on World Cup 2023 Final : અમદાવાદમાં 19 નવેમ્બરે રમાયેલી વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની હાર બાદ દેશનું રાજકારણ પણ ગરમાયું છે. ઘણા રાજનેતાઓએ ભારતની હાર માટે અલગ-અલગ કારણો આપ્યા છે. હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી માનતા બેનર્જીએ પણ ભારતની હારના કારણોની ચર્ચા કરી છે. આ ઉપરાંત તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના તેમના પર પણ નિશાન સાધ્યું છે.

Etv BharatMamata Banerjee on World Cup 2023 Final

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 23, 2023, 8:23 PM IST

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે દાવો કર્યો હતો કે, જો ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ કોલકાતા અથવા મુંબઈમાં રમાઈ હોત તો ભારત જીત્યું હોત. અહીંના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા તેમણે આરોપ લગાવ્યો કે દેશની ક્રિકેટ ટીમને 'ભગવા' બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મમતા બેનર્જીએ કહ્યું: 'તેઓ સમગ્ર દેશને ભગવા રંગમાં રંગવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમને અમારા ભારતીય ખેલાડીઓ પર ગર્વ છે અને હું માનું છું કે જો ફાઈનલ મેચ કોલકાતા અથવા વાનખેડે (મુંબઈ)માં યોજાઈ હોત તો અમે ક્રિકેટ વર્લ્ડ કપ જીતી શક્યા હોત. તૃણમૂલ કોંગ્રેસના વડાએ આરોપ લગાવ્યો, 'તેઓએ (ભાજપ) પણ ભગવા જર્સી રજૂ કરીને ટીમને ભગવા કરવાનો પ્રયાસ કર્યો. ખેલાડીઓએ વિરોધ કર્યો અને પરિણામે, તેઓએ મેચ દરમિયાન તે જર્સી પહેરવાની જરૂર ન હતી.

બીજેપી પર આકરા પ્રહાર: બીજેપી પર પોતાનો પ્રહાર ચાલુ રાખતા બેનર્જીએ કહ્યું કે, 'જ્યાં પણ પાપી લોકો જાય છે, તેઓ પોતાના પાપ પોતાની સાથે લઈ જાય છે'. કોઈનું નામ લીધા વિના તેણે કહ્યું, 'ભારતીય ટીમ એટલી સારી રીતે રમી કે તેણે વર્લ્ડ કપની તમામ મેચો જીતી લીધી, સિવાય કે જેમાં પાપીઓએ ભાગ લીધો હતો'.

રાહુલે પીએમ મોદી માટે 'પનૌતી' શબ્દનો પ્રયોગ કર્યો: અગાઉ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં ચૂંટણી ભાષણ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ 'પનૌતી' શબ્દનો ઉપયોગ કર્યો હતો કારણ કે તેઓ વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા આવ્યા હતા. ટૂર્નામેન્ટમાં સતત 10 જીત બાદ ભારત ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. આ ટિપ્પણી બદલ ભાજપે ચૂંટણી પંચ પાસે ગાંધી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.

આ પણ વાંચો:

  1. ICCની વન ડે રેન્કિંગમાં કોહલી અને રોહિત શર્માએ ટોપ 5માં સ્થાન મેળવ્યું, જાણો કોણ છે નંબર વન
  2. વિજય હજારે ટ્રોફીમાં યુઝવેન્દ્ર ચહલનું શાનદાર પ્રદર્શન, 26 રનમાં 6 વિકેટ ઝડપી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.