ન્યુઝ ડેસ્ક: IPL 2022 ખૂબ જ શાનદાર રીતે રમાઈ રહી છે. ક્રિકેટ દર્શકોને દરરોજ IPLમાં રોમાંચક મેચો જોવા મળી રહ્યા છે. IPL 2022ની અડધી સિઝન પૂર્ણ થઈ ગઈ છે. IPLમાં બે ટીમો ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. આવી સ્થિતિમાં તેનું પ્લેઓફ (IPL 2022 Playoff)માં જવું લગભગ નિશ્ચિત જણાય છે.
ગુજરાત ટાઇટન્સ: IPL 2022ની 15મી સિઝનમાં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans IPL 2022) ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. ટીમે IPL 2022માં સાતમાંથી પાંચ મેચ જીતી (Gujarat Titans Victory) છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Captain Hardik Pandya) ખૂબ જ શાનદાર રીતે ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. તે બોલિંગમાં ખૂબ જ સારી રીતે ફેરફાર કરે છે.
આ પણ વાંચો: Corona Vaccine For Children: હવે 6થી 12 વર્ષના બાળકો માટે પણ આવી ગઈ વેક્સિન
હાર્દિકે બેટથી પણ અજાયબી બતાવી છે. તેણે સાત મેચમાં 295 રન બનાવ્યા છે. ટીમ પાસે શુભમન ગિલ જેવો ઓપનર છે, જે કોઈપણ બોલિંગ ઓર્ડરને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. મિડલ ઓર્ડરમાં તેની પાસે ડેવિડ મિલર અને અભિનવ મનોહર જેવા બેટ્સમેન છે. આવી સ્થિતિમાં આ ટીમ પ્લેઓફમાં પ્રથમ સ્થાન બનાવી શકે છે.
આ પણ વાંચો: hockey captain Elvera Brito: 60ના દાયકામાં રાજ કરનાર ભૂતપૂર્વ મહિલા હોકી કેપ્ટને કહ્યુ અલવિદા
IPL 2022 માં સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad IPL 2022)ની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમને સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તે પછી કેન વિલિયમસનની આગેવાનીમાં હૈદરાબાદે ધમાકેદાર વાપસી કરી અને આગામી પાંચ મેચ જીતી લીધી. હૈદરાબાદની બોલિંગ ઘણી મજબૂત છે. તેમની પાસે ઉમરાન મલિક, અબ્દુલ સમદ અને ટી નટરાજન જેવા બોલર છે. તેની પાસે ડેથ ઓવરો માટે ભુવનેશ્વર કુમાર અને રોમારિયો શેફર્ડ છે. હૈદરાબાદ પણ પ્લેઓફમાં જગ્યા બનાવવાનું સૌથી મોટું દાવેદાર છે.