- UAEમાં સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં થઈ શકે છે IPL-14નો બીજો તબક્કો
- BCCI યોજશે સ્પેશિયલ જનરલ મીટિંગ
- BCCI 29 મે એ કરી શકે છે IPL 14ના બીજા તબક્કાની ઘોષણા
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 14 મી સિઝનનો બીજો તબક્કો સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) માં થઈ શકે છે. દિલ્હી અને અમદાવાદ તબક્કા દરમિયાન બાયો બબલમાં ખરાબીને કારણે ઘણા ખેલાડીઓ કોરોના પોઝિટિવ થયા હતા. તેમજ તેને કારણે IPLની 14 મી સિઝન મુલતવી રાખવામાં આવી હતી. ટૂર્નામેન્ટમાં હજી 31 મેચ બાકી છે.
આ પણ વાંચો: ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડનું મોટું નિવેદન, ટેસ્ટ સીરીઝમાં બદલાવ માટે BCCIએ નથી કર્યો આગ્રહ
IPL 13નું USEમાં આયોજન કરાયું હતું
એક અહેવાલ મુજબ, BCCI હવે UAEમાં ટૂર્નામેન્ટની બાકીની મેચનું આયોજન કરવા માંગે છે. વર્ષ 2020માં પણ ટૂર્નામેન્ટની 13મી સિઝન UAEમાં જ યોજાઇ હતી અને તે ખૂબ સફળ રહી હતી.
ભારતીય ટીમ 2 જૂને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને ઇંગ્લેન્ડ સાથે પાંચ મેચની સીરીઝ રમશે
ભારતીય ટીમ 2 જૂને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને ઇંગ્લેન્ડ સાથે પાંચ મેચની સીરીઝ માટે ઇંગ્લેન્ડ પહોંચી રહી છે. ભારતે જૂન મહિનામાં ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવાની છે અને તે પછી ટેસ્ટ સીરીઝ રમવામાં આવશે.
UAEમાં સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં થઈ શકે છે IPL-14નો બીજો તબક્કો
ઇંગ્લેન્ડ સાથે યોજાનારી શ્રેણીની બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ વચ્ચે 9 દિવસનો ગેપ છે. BCCI ઇચ્છે છે કે, આ અંતરને ચાર અથવા તો પાંચ દિવસ સુધી કરવામાં આવે, જેથી IPLનું આયોજન કરવામાં ચાર-પાંચ દિવસનો સમય મળે. એક અખબારના જણાવ્યા પ્રમાણે, જો આ પ્રમાણે ન થયું તો પણ BCCI પાસે 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબરની વચ્ચે એક મહિનાની વિંડો હશે અને આ સમય દરમિયાન IPL સરળતાથી ગોઠવી શકાશે.
આ પણ વાંચો: ઇંગ્લેન્ડે ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી માટે IPLમાં સમાવિષ્ટ ખેલાડીઓને આપ્યો આરામ
BCCI 29 મે એ કરી શકે છે IPL 14ના બીજા તબક્કાની ઘોષણા
BCCI 29 મી મેએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 14 મી આવૃત્તિના બીજા તબક્કાના સંબંધમાં જરૂરી ઘોષણા કરી શકે છે. આ દિવસે તેમની સ્પેશિયલ જનરલ મીટિંગ (SGM) થવાની છે.
BCCI યોજશે સ્પેશિયલ જનરલ મીટિંગ
BCCI એ અનધિકૃત રીતે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડને આગામી પાંચ મેચની ટેસ્ટ સીરીઝના દિવસોને ઘટાડવા વિનંતી કરી હતી. આ સીરીઝ 41 દિવસમાં સમાપ્ત થઈ રહી છે. ECBએ આ સંદર્ભમાં કોઈ પુષ્ટિ કરેલી માહિતી આપી નથી. આ અંગે તેનો શું વલણ છે, તે SGMમાં પણ જાહેર કરી શકાય છે.