- અવેશ ખાને અને અક્ષર પટેલે સારી બોલિંગ કરી, તે મેચનું સકારાત્મક પાસું
- આગામી મેચમાં ટીમ સારુ રીઝલ્ટ આપશે એવી આશા વ્યક્ત કરી
- તમામ મેચો મહત્વની છે, અમારું 100 ટકા રીઝલ્ટ આપીશું
શારજાહ: દિલ્હી કેપિટલ્સના આસિસ્ટન્ટ કોચ પ્રવીણ આમરેએ કહ્યું છે કે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની હાર બાદ ટીમના પ્રયાસો બીજા બધા કરતા વધારે મહત્વ ધરાવે છે. મંગળવારે કોલકાતા સામેની મેચમાં દિલ્હીને ત્રણ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. છતાં તેઓએ ખેલાડીઓનો જુસ્સો વધારવા માટે તેમને આગલા મુકાબલા માં લડવા માટે ઉત્સાહીત કર્યા હતા.
આ પણ વાંચો : વિરાટ કોહલીને T20 ની કેપ્ટનશીપ કેમ છોડવી પડી?
DC ના આસિસ્ટન્ટ કોચ પ્રવીણ અમર નું નિવેદન
દિલ્હી કેપિટલ્સના આસિસ્ટન્ટ કોચ પ્રવીણ અમરે કહ્યું કે "અમે જાણીએ છીએ કે આઈપીએલમાં ઉતાર -ચડાવ આવ્યા કરે છે અને અમને આવી મેચ પણ મળે છે. જો કે, કોચિંગ ગ્રુપ ટીમના પ્રયત્નોથી ખુશ છીએ. કઠિન પરિસ્થિતિ હોવા છતાં, રિષભ પંત છેલ્લી ઓવર સુધી ઉભો રહ્યા જેણે ટીમને લડાઈની હીંમત આપી. અને સ્નમાન જનક સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી. અમારા ખેલાડીઓએ પણ બોલિંગમાં સારું પ્રદર્શન કર્યું અને KKR ને સરળતાથી લક્ષ્યનો પીછો નહોતો કરવા દિધો. તેમજ "અવેશ ખાન (3/13) એ શાનદાર પ્રદર્શન કર્યું અને અક્ષર પટેલે પણ સારી બોલિંગ કરી. તે મેચનું સકારાત્મક પાસું છે. અમે જોઈ શકીએ છીએ કે ખેલાડીઓ દબાણ હેઠળ પ્રદર્શન કરી રહ્યા છે." KKR સામેની હાર ટીમને આગામી મેચોમાં વધુ પ્રયત્નો કરવા માટે પ્રેરિત કરશે, "જ્યારે તમે હારો છો, ત્યારે તમે આવનારી મેચ માટે વધુ મહેનત કરો છો. તમામ મેચો મહત્વની છે અને અમે દરેક મેચમાં અમારું 100 ટકા રીઝલ્ટ આપીશું."
આ પણ વાંચો : IPL 2021 : બેંગલોરે રોયલ વિજય હાંસલ કર્યો, રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યું