- પંજાબ કિંગ્સની રાજસ્થાન રોયલ્સને સામે 4 રને જીત
- રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસને IPLની પ્રથમ સદી ફટકારી
- રાજસ્થાન રોયલ્સને જીત માટે પંજાબ કિંગ્સે આપ્યું હતું 222 રનનું લક્ષ્ય
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયમ લીગ (IPL)ના 14માં સિઝનની ચોથી મેચમાં પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સનો 4 રનથી માત આપી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 221 રન બનાવ્યા હતા અને રાજસ્થાન રોયલ્સને જીત માટે 222 રનનું લક્ષ્ય આપ્યું હતું.
રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 7 વિકેટ ગૂમાવી 217 રન જ બનાવી શકી
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 7 વિકેટ ગૂમાવી 217 રન જ બનાવી શકી હતી. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસને શાનદાર ઈનિંગ રમી હતી. જો કે તેઓ મેટ જીતાડી શક્યા નહોંતા.
આ પણ વાંચો: લોકડાઉનની અસર મુંબઈમાં IPL મેચો પર નહીં થાય: સૌરવ ગાંગુલી
મોહમ્મદ શમીએ બૈન સ્ટોક્સની વિકેટ ઝડપી રાજસ્થાન રોયલ્સને આપ્યો ઝટકો
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમને પ્રથમ ઝટકો મોહમ્મદ શમીએ આપ્યો હતો અને પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર બૈન સ્ટોક્સને પેવેલિયન ભેગો કર્યો હતો.
આ પણ વાંચો: IPL-2021ની હરાજી પહેલા પ્રીતિ ઝિન્ટાની ટીમનું નામ પંજાબ કિંગ્સ કરાયું
રાજસ્થાન રોયલ્સને પંજાબ કિંગ્સે જીત માટે આપ્યું હતું 222 રનનું લક્ષ્ય
આ પહેલા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગૂમાવીને 221 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી કેપ્ટન કે.એલ. રાહુલે 91 રન બનાવ્યા હતા અને દીપક હુડ્ડાએ 20 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેઓએ 64 રન કર્યા હતા. રાજસ્થાન તરફથી ચેતન સાકરિયાએ ડેબ્યુ મેચમાં 3 વિકેટ ખેરવી હતી.
ટૂર્નામેન્ટમાં કોરોના વાઈરસનો ખતરો
ટૂર્નામેન્ટમાં પણ કોરોના વાઈરસનો ખતરો છે. લીગની શરૂઆત પહેલા કેટલાક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરંતુ મેચ માટે જૈવિક સુરક્ષિત વાતાવરણને કારણે, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ને આશા છે કે ગત વર્ષે UAEમાં જેમ IPLનું આયોજન સફળ થયું હતું, તે રીતે આ વખતે પણ IPLનું આયોજન સફળ થશે.