નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં રમી રહેલા મુંબઈ ઈન્ડિયન્સના ડાબા હાથના બેટ્સમેન તિલક વર્મા પોતાની બેટિંગથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે. લાગે છે કે, તે જલ્દી જ ટીમ ઈન્ડિયામાં પણ જોડાઈ શકે છે. હૈદરાબાદનો આ બેટ્સમેન આ સિઝનમાં પોતાની ટીમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. ઉપરાંત, તે પોતાની ટીમ માટે સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડી છે.
લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે: તિલક વર્મા આ સિઝનમાં અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તિલક વર્માએ અત્યાર સુધી રમાયેલી પાંચ મેચોમાં પાંચ ઇનિંગ્સમાં કુલ 214 રન બનાવ્યા છે, જ્યારે તે એક વખત અણનમ રહ્યો હતો. આ દરમિયાન તેણે પોતાની ટીમ માટે 17 ચોગ્ગા અને સૌથી વધુ 14 છગ્ગા પણ ફટકાર્યા છે. તિલક વર્મા સતત મેચોમાં શાનદાર પ્રદર્શન કરીને લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.
-
Tilak Varma in IPL 2023:
— Johns. (@CricCrazyJohns) April 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
- 84*(46) vs RCB
- 22(18) vs CSK
- 41(29) vs DC
- 30(25) vs KKR
- 37(17) vs SRH
He is the leading run-scorer for Mumbai, just 20-years-old and showing some incredible consistency in different roles. pic.twitter.com/BFPTvu9g7z
">Tilak Varma in IPL 2023:
— Johns. (@CricCrazyJohns) April 18, 2023
- 84*(46) vs RCB
- 22(18) vs CSK
- 41(29) vs DC
- 30(25) vs KKR
- 37(17) vs SRH
He is the leading run-scorer for Mumbai, just 20-years-old and showing some incredible consistency in different roles. pic.twitter.com/BFPTvu9g7zTilak Varma in IPL 2023:
— Johns. (@CricCrazyJohns) April 18, 2023
- 84*(46) vs RCB
- 22(18) vs CSK
- 41(29) vs DC
- 30(25) vs KKR
- 37(17) vs SRH
He is the leading run-scorer for Mumbai, just 20-years-old and showing some incredible consistency in different roles. pic.twitter.com/BFPTvu9g7z
આ પણ વાંચો: IPL 2023 : સૌથી વધુ ચોગ્ગા મારનાર ખેલાડી એક પણ સિક્સર ફટકારી શક્યો નથી, આ છે 'સિક્સર કિંગ'
સ્ટ્રાઈક રેટ પણ સૌથી વધુ: તિલક વર્માએ પોતાની ટીમમાં સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા અને ઈશાન કિશન જેવા ખેલાડીઓને છોડીને પોતાની ટીમ માટે શાનદાર બેટિંગ કરી છે. એટલું જ નહીં તિલક વર્માનો બેટિંગ સ્ટ્રાઈક રેટ પણ સૌથી વધુ છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સ માટે 135 બોલમાં 214 રન બનાવ્યા હતા. તેમજ 158.51ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહી છે.
આ પણ વાંચો: Match Fixing in IPL 2023 : IPLમાં મેચ ફિક્સિંગ પર મોહમ્મદ સિરાજે કર્યો મોટો ખુલાસો
હૈદરાબાદનો રહેવાસી છે: તમને જણાવી દઈએ કે, મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા તિલક વર્મા હૈદરાબાદના રહેવાસી છે અને મુંબઈ ઈન્ડિયન્સ સિવાય હૈદરાબાદની ટીમ સાથે અંડર-19 ટીમમાં જુનિયર ખેલાડીઓ સાથે ઈન્ડિયા ટીમ માટે રમી ચૂક્યા છે. ડાબા હાથથી બેટિંગની સાથે તિલક જમણા હાથથી ઓફ બ્રેક બોલિંગ પણ કરે છે. સામાન્ય રીતે તેને બેટિંગ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવે છે.