- IPLની 14મી સીઝનની 27 મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ચેમ્પિયન મુંબઈ જીત મેળવી
- ચેન્નાઇએ પ્રથમ બેટિંગમાં 4 વિકેટે 218 રનનો મોટો સ્કોર બનાવ્યો
- મુંબઈએ 6 વિકેટ ગુમાવીને જીત મેળવી
નવી દિલ્હી: કીરોન પોલાર્ડ અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL ની 14 મી સીઝનની 27 મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે શનિવારના રોજ 4 વિકેટથી જીત મેળવી હતી. ટોસ હાર્યા બાદ ચેન્નાઇએ પ્રથમ બેટિંગમાં 4 વિકેટે 218 રનનો સ્કોર બનાવ્યો હતો, જેમાં અંતિમ બોલ પર મુંબઈએ 6 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી.
મુંબઈ ટીમનો કેપ્ટન રોહિત આઉટ થયો
ચેન્નાઈના 219 રનના વિશાળ લક્ષ્ય બાદ મુંબઈ ટીમનો કેપ્ટન રોહિત શર્મા અને ક્વિન્ટન ડી કોકની જોડીએ પ્રથમ વિકેટ માટે 7.4 ઓવરમાં 71 રનની કર્યા હતા અને શરૂઆત કરી હતી ત્યાર પછી રોહિત આઉટ થયો હતો.
મુંબઇએ 10 રનની અંદર જ તેની ત્રણ વિકેટ ગુમાવી
મુંબઈ કેપ્ટનની રોહિત શર્મા આઉટ થયા પછી મુંબઇએ 10 રનની અંદર જ તેની ત્રણ વિકેટ ગુમાવી હતી.81 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ હવે મુંબઈની આશાઓ પોલાર્ડ પર હતી.પોલાર્ડે મુંબઈની આશાઓને જીવંત રાખી હતી. પોલાર્ડ ક્રુણલ પંડ્યાની સાથે ચોથી વિકેટ માટે 44 બોલમાં 89 રન કર્યા અને મુંબઈએ છેલ્લી ચાર ઓવરમાં 50 રન બનાવ્યા હતા અને અંતિમ બોલ પર લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
ચેન્નાઈના બેટ્સમેનોએ 16 સિક્સર ફટકાર્યા
ચેન્નાઈના બેટ્સમેનોએ 16 સિક્સર ફટકાર્યા હતા, જે IPLની ઇનિંગ્સમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા સૌથી વધુ સિક્સર છે. ચેન્નઈની ટીમે 2008 પછી પહેલી વખત મુંબઈ સામે 200 કે તેથી વધુનો સ્કોર બનાવ્યો છે. ચેન્નઇએ છેલ્લી 5 ઓવરમાં 82 રન બનાવ્યા હતા.