કોલકાતા : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 53મી મેચ પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે કોલકત્તાના ઇડેન ગાર્ડનમાં રમાઇ રહી છે. જેમાં ટોસ જીતીને પંજાબે પ્રથમ બેટીંગ કરી હતી અને 20 ઓવરમાં 7 વિકેટે 179 રન બનાવ્યા હતા. તેમજ કોલકત્તાને જીતવા માટે 180 રનનો લક્ષ્યાંક આપ્યો છે. તેના જવાબમાં કોલકત્તાએ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને ભારે રસાકસી વચ્ચે 182 રન બનાવી લીધા હતા અને પાંચ વિકેટથી જીત હાંસલ કરી લીધી હતી. આન્દ્રે રસલ અને રિન્કુ સિંહની ધમાકેદાર બેટિંગ લાઈન અપથી કોલકત્તાએ જીત મેળવી હતી.
PBKSનો સ્કોર : પંજાબએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 179 રન બનાવ્યા હતા. જેમાં પ્રભિસિમરનએ 12 રન, ધનવએ 57 રન, રાજાપક્સાએ 0 રન, લિવિંગસ્ટોનએ 15 રન, જિતેશ શર્માએ 21 રન, સેમ કરણએ 4 રન, રિશિ ધવનએ 19 રન, શાહરુખ ખાનએ 21 રન (અણનમ) અને હરપ્રિતએ 17 રન (અણનમ) બનાવ્યા હતા.
KKR બોલિંગ : કોલકત્તાની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ઝડપી હતી. જેમાં અરોરાએ 3 ઓવરમાં 0 વિકેટ, હર્ષિત રાણાએ 3 ઓવરમાં 2 વિકેટ, રસલએ 1 ઓવરમાં 0 વિકેટ, ચક્રવર્તીએ 4 ઓવરમાં 3 વિકેટ, સુયશ શર્માએ 4 ઓવરમાં 1 વિકેટ, નારાયણએ 4 ઓવરમાં 0 વિકેટ અને નિતિશ રાણાએ 1 ઓવરમાં 1 વિકેટ ઝડપી હતી.
કોલકત્તા નાઈટ રાઈડર્સની બેટિંગઃ જેસન રોય 24 બોલમાં 8 ચોક્કા સાથે 38 રન બનાવ્યા હતા. રમાનુલ્લાહ ગુરબાઝ 12 બોલમાં 15 રન કર્યા હતા. નિતિશ રાણા(કેપ્ટન) 38 બોલમાં 6 ચોક્કા ને 1 સિક્સ મારીને 51 રન બનાવ્યા હતા. વેન્કટેશ અયૈર 13 બોલમાં 11 રન કર્યા હતા. આન્દ્રે રસલ 23 બોલમાં 3 ચોક્કા અને 3 સિક્સ ફટકારીને 42 રન બનાવીને રન આઉટ થઈ ગયા હતા. રિન્કુ સિંહ 10 બોલમાં 2 ચોક્કા ને 1 સિક્સ ફટકારીને 21 રન બનાવ્યા હતા. શાર્દુલ ઠાકુર શૂન્ય બોલમાં શૂન્ય રન કર્યા હતા. ટીમને 4 રન એકસ્ટ્રા મળ્યા હતા. અને 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 182 રનનો કુલ સ્કોર બનાવ્યો હતો. આમ પાંચ વિકેટથી જીત હાંસલ કરી હતી.
પંજાબ કિંગ્સની બોલીંગઃ રિશિ ધવન 2 ઓવરમાં 15 રન આપ્યા હતા. અર્શદીપ સિંહ 4 ઓવરમાં 39 રન આપ્યા હતા. નાથન એલીસ 4 ઓવરમાં 29 રન આપી 1 વિકેટ લીધી હતી. સામ કુરન 3 ઓવરમાં 44 રન આપ્યા હતા. લિયામ લિવિગ્સ્ટન 2 ઓવરમાં 27 રન આપ્યા હતા. હરપ્રીત બ્રાર 1 ઓવરમાં 4 રન આપી 1 વિકેટ લીધી હતી. રાહુલ ચાહર 4 ઓવરમાં 23 રન આપી 2 વિકેટ ઝડપી હતી.
પોઈન્ટ્સ ટેબલ (IPL 2023 Points Table) આજની મેચના પરિણામ પછી ગુજરાત ટાઈટન્સ 16 પોઈન્ટ અને નેટ રન રેટ પ્લસ 0.951 સાથે પ્રથમ નંબરે હતું. બીજા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સ 13 પોઈન્ટ, ત્રીજા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ 11 પોઈન્ટ, ચોથા નંબરે રાજસ્થાન રોયલ્સ 10 પોઈન્ટ અને પાંચમાં નંબરે કોલકત્તા નાઈટ રાઈડર્સ 10 પોઈન્ટ હતા. ત્યાર પછી ક્રમાનુસાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 10 પોઈન્ટ, પંજાબ કિંગ્સ 10 પોઈન્ટ, મુંબઈ ઈન્ડિયન્સ 10 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 8 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ 8 પોઈન્ટ હતા.
મેચ રમાઈ તે પહેલા બંન્ને ટીમો માટે જીત જરુરી: પંજાબ કિંગ્સનો ટાર્ગેટ પોતાની આગામી તમામ મેચો જીતીને પોતાની સ્થિતિ મજબૂત કરવાનો છે, પરંતુ આજની મેચમાં જીત તેમને ટોપ 4 ટીમોમાં સ્થાન મેળવવાની તક આપશે. જીતવાથી તેમને ટોચના ચારમાં સ્થાન મેળવવાની તક મળી શકે તેમ કરવા ઈચ્છો છો. બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સના પ્રદર્શન પર નજર કરીએ તો 4 મેચ જીત્યા બાદ અને 6 મેચ હાર્યા બાદ તે માત્ર 8 પોઈન્ટ જ મેળવી શકી છે. જો કોલકાતા નાઈટ રાઈડર્સે પ્લેઓફમાં પહોંચવું હોય તો તેણે પોતાની આગામી તમામ મેચો જીતવાની સાથે સાથે પોતાનો રન રેટ પણ સુધારવો પડશે.
KKRએ છેલ્લી મેચમાં હૈદરાબાદને હરાવ્યું: તમને યાદ હશે કે, કોલકાતાએ સનરાઇઝર્સ હૈદરાબાદને તેના હોમ ગ્રાઉન્ડ પર હરાવ્યું હતું જ્યારે તેની છેલ્લી મેચ જીતી હતી. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ નીતિશ રાણા અને રિંકુ સિંઘના ઉપયોગી બેટિંગ યોગદાનને કારણે 171 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદને માત્ર 166 રનમાં આઉટ કરી દીધી હતી.
આ મેચમાં KKRનું પલડું ભારે: કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 31 મેચ રમાઈ છે, જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 20 વખત જીત મેળવી છે જ્યારે પંજાબ કિંગ્સે 11 મેચ જીતી છે. જો આ રીતે જોવામાં આવે તો એકંદર રેકોર્ડ કોલકાતા નાઈટ રાઈડર્સના પક્ષમાં છે, જ્યારે આ વર્ષે પંજાબ કિંગ્સે શિખર ધવનના નેતૃત્વમાં સારી રમત બતાવી છે.
આ પણ વાંચો:
IPL 2023 : લખનઉ સુપર જાયન્ટ સામે ગુજરાત ટાયટન્સની શાનદાર જીત, પોઇન્ટ ટેબલ પર ગુજરાતનો દબદબો યથાવત
Mohammed Siraj Phil Salt Fight : મોહમ્મદ સિરાજ અને ફિલ સોલ્ટ વચ્ચે ઉગ્ર બોલાચાલીનો વીડિયો વાયરલ થયો