ETV Bharat / sports

IPL 2022: કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું

IPL 2022ની 8મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) પંજાબ કિંગ્સને (PBKS) 6 વિકેટે હરાવ્યું હતું. કોલકાતાએ 33 બોલ બાકી રહેતા 138 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

IPL 2022: કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું
IPL 2022: કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું
author img

By

Published : Apr 2, 2022, 2:27 PM IST

મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની (IPL 2022) 8મી મેચ 1 એપ્રિલની રાત્રે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું. કોલકાતાના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

KKR 141 રન બનાવીને મેચ જીતી : પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સ 18.2 ઓવરમાં 137 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે જ કોલકાતાએ 14.3 ઓવરમાં 4 વિકેટે 141 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ જીત સાથે કોલકાતા નાઈટ રાઈડર્સ IPL 2022ના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.

રસેલે જીતમાં મહત્વનું યોગદાન આપ્યું : ઉમેશ યાદવની 4 વિકેટ બાદ આન્દ્રે રસેલે તોફાની બેટિંગ કરીને જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. રસેલે 31 બોલમાં 2 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે અણનમ 70 રન બનાવ્યા હતા. તેના સિવાય વિકેટકીપર બેટ્સમેને 23 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 24 રન બનાવ્યા અને અણનમ પરત ફર્યા હતા. પંજાબ તરફથી સ્પિનર ​​રાહુલ ચહરે 2 જ્યારે કેગિસો રબાડા અને ઓડિયોન સ્મિથે 1-1 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: IPL Point Table : લખનઉની શાનદાર જીત બાદ પોઈન્ટ ટેબલમાં થયો મોટો બદલાવ

હરપ્રીતે સ્મિથના બોલ પર શાનદાર કેચ : પંજાબ તરફથી મળેલા 138 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા કોલકાતા માટે અજિંક્ય રહાણે અને વેંકટેશ અય્યર ઇનિંગ્સની શરૂઆત કરવા આવ્યા હતા. પ્રથમ મેચ રમી રહેલા કાગીસો રબાડાએ 12 રનના સ્કોર પર રહાણેને ઓડિન સ્મિથના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. હરપ્રીતે સ્મિથના બોલ પર શાનદાર કેચ લીધો અને વેંકટેશને પાછો મોકલ્યો હતો. રાહુલે પોતાની પહેલી જ ઓવરમાં કેપ્ટન શ્રેયસ અય્યરની વિકેટ મેળવી પંજાબને મોટી સફળતા અપાવી હતી. 15 બોલમાં 26 રન બનાવ્યા બાદ તે રબાડાના હાથે કેચ આઉટ થયો હતો. ઓવરના છેલ્લા બોલ પર રાહુલે ખાતું ખોલાવ્યા વિના નીતિશ રાણાને LBW જવા માટે મજબૂર કર્યો હતો. માત્ર 26 બોલમાં 5 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી રસેલે તોફાની અડધી સદી ફટકારીને ટીમની જીત લગભગ નિશ્ચિત કરી દીધી હતી. 31 બોલમાં 70 રનની અણનમ ઇનિંગ રમીને 8 સિક્સ અને 2 ફોર ફટકારીને કોલકાતાને જીત સુધી પહોંચાડી હતી.

પંજાબ કિંગ્સની ઇનિંગ્સ : પંજાબની શરૂઆત સારી રહી ન હતી અને કેપ્ટન મયંક અગ્રવાલ માત્ર એક રનના સ્કોર પર ઝડપી બોલર ઉમેશ યાદવના હાથે લેગ બિફોર આઉટ થયો હતો. ભાનુકા રાજપક્ષે નવ બોલમાં 31 રન બનાવ્યા, જેમાં હેટ્રિક છગ્ગાનો સમાવેશ થાય છે. તે શિવમ માવીના હાથે કેચ આઉટ થયો હતો. આ મેચમાં શિખર ધવને 15 બોલમાં 16 રન બનાવ્યા હતા અને તે ટિમ સાઉથીના હાથે કેચ આઉટ થયો હતો. લિયામ લિવિંગસ્ટોને 19 રનની ઇનિંગ રમી અને તે ઉમેશ યાદવનો બીજો શિકાર બન્યો.

આ પણ વાંચો: IPL 2022 : RCBએ રોમાંચક મેચમાં KKRને ત્રણ વિકેટે આપી માત

આન્દ્રે રસેલે 1 વિકેટ લીધી : રાજ બાવાએ 11 રનની ઇનિંગ રમી હતી અને સુનીલ નારાયણે તેને બોલ્ડ આઉટ કર્યો હતો. ટિમ સાઉથીએ શાહરૂખ ખાનને શૂન્યના સ્કોર પર નીતિશ રાણાના હાથે કેચ કરાવ્યો હતો. હરપ્રીત બરાબર 14 રને ઉમેશ યાદવના હાથે બોલ્ડ થયો હતો. રાહુલ ચહર ખાતું ખોલાવ્યા વિના કેચ આઉટ થયો હતો. આ મેચમાં આ તેની 4 વિકેટ હતી. રબાડાએ આન્દ્રે રસેલના બોલ પર 25 રન બનાવ્યા હતા, જ્યારે અર્શદીપ સિંહ ખાતું ખોલાવ્યા વિના રનઆઉટ થયો હતો. KKR તરફથી ઉમેશ યાદવે 4, ટિમ સાઉથીએ 2 જ્યારે શિવમ માવી, સુનીલ નારાયણ અને આન્દ્રે રસેલે 1-1 વિકેટ લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.