દિલ્હી: બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં ફેરફાર કરવામાં આવ્યો (India vs Bangladesh test series )છે. ઈજાના કારણે ત્રીજી વનડેમાંથી બહાર રહેલો રોહિત શર્મા પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈએ પ્રથમ મેચ માટે કેએલ રાહુલને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 14 ડિસેમ્બરથી પ્રથમ ટેસ્ટ મેચ રમાશે.
ટીમ ઈન્ડિયામાં ફેરફાર: બીસીસીઆઈએ પુષ્ટિ કરી છે કે રોહિત પ્રથમ ટેસ્ટનો ભાગ નહીં હોય. તેમના સ્થાને અભિમન્યુ ઇશ્વરનનો સમાવેશ કરવામાં આવ્યો છે. BCCI દ્વારા રવિવારે સાંજે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે જેમાં વિગત આપવામાં આવી છે કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા(Indian captain Rohit Sharma) તેના ડાબા હાથના અંગૂઠામાં થયેલી ઈજા માટે મુંબઈમાં નિષ્ણાતને મળ્યો હતો, જે તેને બાંગ્લાદેશ સામેની બીજી વનડે દરમિયાન થયો હતો. આ ઈજાને કારણે તેને યોગ્ય મેનેજમેન્ટની સલાહ આપવામાં આવી છે અને તે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે નહીં.
મેનેજમેન્ટની સલાહ: બીસીસીઆઈની મેડિકલ ટીમ બીજી અને અંતિમ ટેસ્ટ માટે તેની ઉપલબ્ધતા અંગે પછીથી નિર્ણય લેશે. આ સિવાય મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજા બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. મોહમ્મદ શમીની જગ્યાએ ઝડપી બોલર નવદીપ સૈનીનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે રવિન્દ્ર જાડેજાની જગ્યાએ સૌરવ કુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે.