ETV Bharat / sports

IPL 2023: મુંબઈ ઈન્ડિયન્સને હરાવવા છતાં CSK છે પાછળ,જાણો શું છે કારણ - IPL 2023 પોઈન્ટ્સ ટેબલ

IPL 2023ની 12 મેચો થઈ ગઈ છે. શનિવારે ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને એક મેચમાં હરાવ્યું હતું. CSKની આ સતત બીજી જીત છે. આ પછી, 5 ટીમોને એક સારખા જ 4-4 પોઈન્ટ છે. રાજસ્થાન રોયલ્સ 2 જીત બાદ ટોપ પર છે. જાણો ટોપ-5માં કઈ ટીમ સામેલ છે.

IPL 2023: મુંબઈ ઈન્ડિયન્સને હરાવવા છતાં CSK છે પાછળ,જાણો શું છે કારણ

author img

By

Published : Apr 9, 2023, 12:06 PM IST

અમદાવાદઃ જેમ જેમ IPL 2023 આગળ વધી રહ્યું છે, તેમ તેનો ઉત્સાહ પણ વધવા લાગ્યો છે. દરેક મેચ સાથે પોઈન્ટ ટેબલમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. શનિવારે, ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ IPLના અલ ક્લાસિકોમાં વાનખેડે સ્ટેડિયમમાં ટકરાયા હતા, જેમાં એમએસ ધોનીની આગેવાની હેઠળના CSKએ મુંબઈને સરળતાથી હરાવ્યું હતું. જોકે, આ જીત છતાં રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર યથાવત છે. કુલ 5 ટીમોના સમાન 4 પોઈન્ટ છે.

આ પણ વાંચોઃ GT vs KKR: આ હોઈ શકે છે ગુજરાત અને કોલકાતાની પ્લેઈંગ ઈલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની આગાહી

દિલ્હીની આ સતત ત્રીજી હારઃ IPL 2023માં શનિવારે ડબલ હેડર રમાઈ હતી. દિવસની પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થયો હતો. આ મેચ રાજસ્થાન રોયલ્સે 57 રને જીતી હતી. આ સિઝનમાં દિલ્હીની આ સતત ત્રીજી હાર હતી. આ સાથે દિલ્હી પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને આવી ગયું છે. આ સાથે જ ત્રીજી મેચમાં રાજસ્થાનની આ બીજી જીત હતી અને આ સાથે ટીમ 3 મેચમાં 4 પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ગઈ હતી. બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ મેચ હાર્યા બાદ ચેન્નાઈની આ સતત બીજી જીત હતી. પરંતુ, આ જીત બાદ પણ ચેન્નાઈની ટીમ રાજસ્થાનને પાછળ છોડીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી શકી નથી.

અત્યાર સુધી કુલ 12 મેચ રમાઈઃ આઈપીએલની 16મી સિઝનમાં અત્યાર સુધી કુલ 12 મેચ રમાઈ છે અને એક-બે નહીં પરંતુ 5 ટીમોના સમાન 4 પોઈન્ટ છે. પરંતુ, નેટ રન રેટમાં તફાવતને કારણે રાજસ્થાન રોયલ્સ પ્રથમ સ્થાને છે. રાજસ્થાન રોયલ્સનો નેટ રન રેટ 2.067 છે. રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સ (1.358) ને નીચે ધકેલીને ટોચનું સ્થાન મેળવ્યું છે. તે જ સમયે, સતત બીજી જીત બાદ, ચેન્નાઈ સુપર કિંગ્સ પણ 0.356ના નેટ રન રેટ સાથે ચોથા સ્થાને આવી ગઈ છે. 2 મેચમાં 2 જીત સાથે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ ત્રીજા સ્થાને છે. ગુજરાતનો નેટ રન રેટ 0.700 છે.

આ પણ વાંચોઃ MI vs CSK IPL 2023: ચેન્નાઈએ મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટે હરાવ્યું, રહાણેએ સીઝનની સૌથી ઝડપી અડધી સદી ફટકારી

દિલ્હી કેપિટલ્સનો સતત ત્રીજો પરાજયઃ દિલ્હી કેપિટલ્સ સતત 3 મેચ હાર્યા બાદ પોઈન્ટ ટેબલમાં 9મા ક્રમે છે અને મુંબઈ ઈન્ડિયન્સ સતત 2 હાર બાદ 8મા ક્રમે છે. સનરાઇઝર્સ હૈદરાબાદ હજુ પણ છેલ્લા સ્થાને છે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છઠ્ઠા નંબર પર છે. રવિવારે પણ ડબલ હેડર રમાશે. ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ પ્રથમ મેચમાં આમને-સામને થશે. જો ગુજરાતની ટીમ આ મેચ જીતશે તો તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર આવી જશે. બીજી મેચમાં પંજાબ કિંગ્સ છેલ્લા સ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.