અમદાવાદ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 15મી સિઝનમાં રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) સમાપન સમારોહ દરમિયાન વિશાળ જર્સી પ્રદર્શિત કરીને ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં પ્રવેશ કર્યો હતો.
આ પણ વાંચો: IPL 15ની ટ્રોફી ગુજરાતે જીતી, અભિનેત્રી નતાશાએ મેદાનમાં હાર્દિક પંડ્યાને લગાવ્યો ગળે, જુઓ તસવીરો
IPL એ સૌથી મોટી ક્રિકેટ જર્સીનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ: ક્લોઝિંગ સેરેમની (IPL 2022 Closing Ceremony) દરમિયાન IPL એ સૌથી મોટી જર્સીનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. સમાપન સમારોહ પહેલા આખા સ્ટેડિયમમાં જર્સી પ્રદર્શિત કરવામાં આવી હતી. IPLની તમામ 10 ટીમોના લોગો જર્સીમાં બનાવવામાં આવ્યા છે. આઈપીએલ 2022ની ફાઈનલ મેચમાં BCCIના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ સામેલ હતા, જેમાં પ્રમુખ સૌરવ ગાંગુલી, ઉપપ્રમુખ રાજીવ શુક્લા, સચિવ જય શાહ, આઈપીએલ પ્રમુખ બ્રિજેશ પટેલ સહિત અન્ય લોકો સામેલ હતા. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ અને રાજ્યની કેટલીક રાજકીય હસ્તીઓએ પણ આ મેચમાં ભાગ લીધો. સમાપન સમારોહની શરૂઆત પહેલા BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ અને IPLના પ્રમુખ બ્રિજેશ પટેલે ગીનીસ રેકોર્ડ મેળવ્યો હતો.
આ પણ વાંચો: ફ્રેન્ચ ઓપનમાં રાફેલ નડાલ નહી પણ 'નોવાક જોકોવિચ 25 ગ્રાન્ડ સ્લેમ જીતશે': ગૌરવ નાટેકર
ગુજરાત ટાઇટન્સે બાજી મારી: કેપ્ટન હાર્દિક પંડ્યાના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ગુજરાત ટાઇટન્સે રવિવારે ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સ સામે સાત વિકેટે એકતરફી જીત નોંધાવ્યા બાદ તેમની પ્રથમ સિઝનમાં જ ઇન્ડિયન પ્રીમિયર લીગ(Indian Premier League) નું ટાઇટલ જીતી લીધું હતું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) એક લાખથી વધુ પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટ અને અવાજથી ગુંજી ઉઠ્યું હતું. IPL બાદમાં ટ્વિટર પર વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં જર્સી લૉન્ચ કરવાનો વીડિયો શેર કર્યો હતો.