ETV Bharat / sports

IPL Auction 2023: ભારતીય યુવા ખેલાડીઓ પર નજર, જગદીશન રેસમાં સૌથી આગળ

author img

By

Published : Dec 21, 2022, 12:52 PM IST

IPL 2023ની હરાજીનું કાઉન્ટડાઉન (IPL Auction 2023) શરૂ થઈ ગયું છે. આ હરાજી માટે શોર્ટલિસ્ટ કરાયેલા 405 ખેલાડીઓ 87 સ્પોટ માટે બિડ કરે તેવી અપેક્ષા છે. આમાં, વિશ્વભરના આ 405 ક્રિકેટરોની સાથે, 123 ખેલાડીઓ (indian young Cricket players) કેપ્ડ પ્લેયર તરીકે જોડાઈ રહ્યા છે. હાલ મળી રહેલી અપડેટ્સ અનુસાર આ રેસમાં અત્યારે બે ખેલાડીઓનું નામ સૌથી આગળ છે. જેમાં અભિમન્યુ ઈશ્વરન (abhimanyu easwaran IPL 2023) અને એન.જગદીશનનો (n jagadeesan IPL 2023) સમાવેશ થાય છે.

IPL Auction 2023: ભારતીય યુવા ખેલાડીઓ પર નજર, જગદીશન રેસમાં સૌથી આગળ
IPL Auction 2023: ભારતીય યુવા ખેલાડીઓ પર નજર, જગદીશન રેસમાં સૌથી આગળ

મુંબઈ: IPL 2023 માટે ખેલાડીઓની હરાજી (IPL Auction 2023) થવા જઈ રહી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે તારીખ 23 ડિસેમ્બરે ખેલાડીઓની હરાજી માટે કોચીમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દર વર્ષે હાઈવોલ્ટેજ બની રહેલી અને કરોડો રૂપિયામાં રમાતી ટુર્નામેન્ટ પર આ વખતે હવે ભારતીય યુવા ખેલાડીઓ (indian young Cricket players) પર સૌ ટીમની નજર છે. જેમાં નવા ખેલાડીઓના નસીબ ચમકી શકે છે. આ કેપ્ડ ખેલાડીઓમાં એવા ઘણા ખેલાડીઓ છે જેમને આઈપીએલમાં રમવાનો લાંબો અનુભવ છે, પરંતુ હાલમાં તેમના સ્ટાર્સ ઘટી રહ્યા છે. અભિમન્યુ ઈશ્વરન (abhimanyu easwaran IPL 2023) અને એન.જગદીશન (n jagadeesan IPL 2023) આ બે ખેલાડીઓની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે. જોવાનું એ છે કે આ બન્નેને કોણ ફાઈનલ કરે છે.

આ પણ વાંચો: ઇજાગ્રસ્ત રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાંથી બહાર, રાહુલ કરશે સુકાની

રજીસ્ટ્રેશન રીપોર્ટ: આ વખતે વિશ્વભરમાંથી 991 ખેલાડીઓએ હરાજીમાં ભાગ લેવા માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ અંતિમ યાદીમાં માત્ર 405 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 405 ખેલાડીઓમાં 273 ભારતીય અને 132 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. આગામી IPL સિઝન માટે ખેલાડીઓ માટે માત્ર 87 સ્લોટ ખાલી છે. જેને ભરવા માટે 405 ખેલાડીઓ માટે બોલી લગાવવામાં આવશે. આમાં જોવાનું રહેશે કે કયા ખેલાડીઓને નિરાશાનો સામનો કરવો પડે છે. કારણ કે બોર્ડે ઘણા ખેલાડીઓ પર કાતર મૂકી છે.

ધનવર્ષા વધશે: આ વખતે આ મિની ઓક્શનમાં (IPL 2023 mini auctions) ખેલાડીઓ પર ઘણા પૈસાનો વરસાદ થવાનો છે. જેમાં કેટલાક ખેલાડીઓ રેકોર્ડ તોડનારા ખેલાડીઓમાં સામિલ થઈ શકે છે. તે જ સમયે, કેટલાક ખેલાડીઓને ગત IPL કરતા ઓછા પૈસા મળવાની સંભાવના છે. કેટલાક એવા ખેલાડીઓ પણ હશે જેમને કોઈ ફ્રેન્ચાઈઝી પોતાની ટીમમાં સામેલ કરવા તૈયાર નથી. જોકે, આવા ચહેરા કોણ છે એ હરાજી વખતે પુરવાર થશે. આ વખતે, કોચીમાં આઇપીએલની હરાજી માટે શોર્ટલિસ્ટ કરાયેલા 405 ખેલાડીઓમાંથી 282 ખેલાડીઓ અનકેપ્ડ છે.

આ પણ વાંચો: ભારત ટેસ્ટ રેન્કિંગમાં બીજા ક્રમે, ચેમ્પિયનશિપ ફાઇનલમાં પહોંચે એવા એંધાણ

અફઘાનિસ્તાનના માત્ર બે: આ ખેલાડીઓએ હાલમાં એક પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી નથી. આવા 282 અનકેપ્ડ ખેલાડીઓમાંથી 254 એવા ખેલાડીઓ ભારતના છે. તે જ સમયે, 28 અનકેપ્ડ વિદેશી ખેલાડીઓએ પણ IPLમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અનકેપ્ડ ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાના 5 ખેલાડીઓ, ઈંગ્લેન્ડના 7 ખેલાડીઓ, દક્ષિણ આફ્રિકાના 11 ખેલાડીઓ, વેસ્ટ ઈન્ડિઝના 3 અને અફઘાનિસ્તાનના 2 ખેલાડીઓનો સમાવેશ થાય છે.

આ ખેલાડી પર જોવા મળશે ભાર: IPLની હરાજીમાં, આવા ખેલાડીઓ કે જેના પર મોટાભાગની ફ્રેન્ચાઇઝી બોલી લગાવી રહી છે, અભિમન્યુ ઇશ્વરન અને એન. જગદીસનનું નામ મોખરે જણાવવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે એન જગદીસન CSKનો હિસ્સો હતો. પરંતુ આ વખતે સીએસકેએ તેને હરાજી પહેલા છોડી દીધો. આ પછી, એન જગદીસન વિજય હજારે ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે ઉભરી આવ્યો. એન જગદીસનના આ પ્રદર્શનને જોઈને ઘણી ફ્રેન્ચાઈઝી તેને પોતાની ટીમમાં સામેલ કરવાનો પ્રયાસ કરી શકે છે. આ દરમિયાન જગદીસને તેની મૂળ કિંમત માત્ર 20 લાખ રૂપિયા રાખી છે. એન જગદીસન ઉપરાંત, અનકેપ્ડ ખેલાડીઓ શિવમ માવી, શ્રેયસ ગોપાલ અને કેએસ ભરથ પણ અપેક્ષા કરતા વધુ પૈસાનો વરસાદ કરશે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો: India vs Bangladesh First Test : ભારતની પકડ મજબુત, બાંગ્લાદેશની ખરાબ શરુઆત 102 રનમાં 8 વિકેટ પડી

સૌથી વધુ ચર્ચિત ખેલાડીઓ: શ્રેયસ ગોપાલ, એસ મિથુન, હિમાંશુ શર્મા, સચિન બેબી, હરપ્રીત ભાટિયા, અશ્વિન હેબ્બર, પુખરાજ માન, અક્ષત રઘુવંશી, હિમાંશુ રાણા, શોન રોજર, વિરાટ સિંહ, મનોજ ભાંડગે, મયંક ડાંગર, શુભમ ખજુલેરિયા, રોહન કુનુમલ, ચેતન શેખ, રાહીદ શેખ , અનમોલપ્રીત સિંહ, હિંમત સિંહ, રજનીશ ગુરબાની, દિવ્યાંશ જોશી, ધ્રુવ પટેલ, આદિત્ય સરવતે, સાગર સોલંકી, ભગત વર્મા, કેએસ ભરત, મોહમ્મદ અઝહરુદ્દીન, દિનેશ બાના, અભિમન્યુ ઈસ્વરન, એન જગદીસન, સુમિત કુમાર, પ્રિયમ ગર્ગ, સૌરભ, કુમાર, વિવંત શર્મા, નિશાંત સિંધુ, સનવીર સિંહ, શશાંક સિંહ, સમર્થ વ્યાસ, અમિત યાદવ, અમિત અલી, ઋષભ ચૌહાણ, સમર ગજ્જર, ઉપેન્દ્ર સિંહ યાદવ, વૈભવ અરોરા, મુકેશ કુમાર, યશ ઠાકુર, મુજતબા યુસુફ, મુરુગન અશ્વિન, ચિંતલ ગાંધી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.