દુબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સીઝનના બીજા ભાગની શરૂઆત થઈ ગઈ છે. આ શ્રેણીમાં, દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ ફરી એકવાર બુધવારે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સામ-સામે હશે.
9 ઓક્ટોબરે બંને ટીમો શારજાહમાં ટકરાઈ હતી, જ્યાં દિલ્હી 46 રનથી મેચ જીતી ગયું હતું. પરંતુ તે રાજસ્થાન અને આ રાજસ્થાન ટીમ વચ્ચે ફરક છે.
દરેકની નજર સ્ટોક્સ પર રહેશે
સ્ટોકસે આ સિઝનમાં મોટાભાગની મેચ રમી નથી. તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે છેલ્લી મેચ રમી હતી જેમાં તે સફળ રહ્યો ન હતો. ટીમ મેનેજમેન્ટે બેટિંગ શરૂ કરવા સ્ટોક્સને મેદાનમાં ઉતાર્યો હતો, પરંતુ આ ખેલાડી માત્ર પાંચ રન બનાવીને આઉટ થયો હતો. બોલિંગમાં માત્ર એક ઓવર ફેંકી દેવામાં આવી હતી અને સાત રન આપવામાં આવ્યા હતા.
સ્ટોક્સ તે સમયે ક્વોરૅન્ટીન માંથી પરત ફર્યો હતો. હવે જ્યારે તેણે બે દિવસ પ્રેક્ટિસ કરી છે, તો ત્યારે આવી સ્થિતિમાં, ઓલરાઉન્ડર દરેક બાબતમાં દિલ્હી માટે મોટો ખતરો છે. બીજી બાજુ સંજુ સેમસનનો સતત ઘટતો ગ્રાફ પણ ટીમ માટે ચિંતાનો વિષય છે. શરૂઆતની મેચોમાં તોફાની ઇનિંગ્સ રમનાર સંજુ હવે થઈ ગયો છે.
દિલ્હીને આ મેચમાં રૂષભ પંતની કમી રેહશેે. જે લગભગ એક અઠવાડિયાથી ટીમની બહાર છે. તેની જગ્યાએ આવેલા એલેક્સ ઝડપથી રન તો બનાવી શકે છે. પરંતુ પંતનો અંદાજ જ જુદો છે.
મુંબઈ ઈન્ડિયન્સ સામે ટીમમાં પંતની કમીનો અભાવ જોવા મળ્યો હતો અને ટીમને જેટલો સ્કોર હોવો જોઇએ તેટલો સ્કોર ટીમ કરી શકી નહીં. જ્યારે છેલ્લી મેચમાં દિલ્હી માટે સારી વાત એ હતી કે, શિખર ધવન 69 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.
ટીમો (સંભવિત):
રાજસ્થાન રોયલ્સ: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), અંકિત રાજપૂત, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જોસ બટલર, મહિપાલ લોમરોર, મનન વ્હોરા, મયંક માકર્ડે, રાહુલ તેવાતીયા, રિયાન પરાગ, સંજુ સેમસન, શશાંક સિંહ, શ્રેયસ ગોપાલ, વરૂણ એરોન, રોબિન ઉથપ્પા , જયદેવ ઉનાડકટ, યશસ્વી જયસ્વાલ, અનુજ રાવત, આકાશ સિંહ, કાર્તિક ત્યાગી, ડેવિડ મિલર, ઓશાને થોમસ, અનિરુધ જોશી, એન્ડ્રુ ટાઇ, ટોમ કુરૈન, બેન સ્ટોક્સ.
દિલ્હી કેપિટલ: શ્રેયસ અયયર (કેપ્ટન), અજિંક્ય રહાણે, એલેક્સ કેરી (વિકેટકીપર), જેસન રોય, પૃથ્વી શો, શિખર ધવન, શિમરાન હેટમાયર, અક્ષર પટેલ, ક્રિસ વોક્સ, લલિત યાદવ, માર્કસ સ્ટોઇનિસ, કીમો પોલ, આશેષ ખાન, હર્ષલ પટેલ , કેગિસો રબાડા, મોહિત શર્મા, રવિચંદ્રન અશ્વિન, સંદીપ લામિછાને, એન્રિક નોરખીયા, તુષાર દેશપાંડે