શારજાહ :IPL 2020: સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચમાં રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈનિંગ ઈલેવનમાં વાપસી થઈ છે. 4 મેચ મિસ કર્યા બાદ હિટમેન ફરી એક વખતે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરતા જોવા મળ્યો હતો.રોહિત શર્માની ફિટનેસના કારણે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર સામેલ કરવામાં આવ્યો નથી.
વિવાદથી બહાર નીકળી અને સારા ક્રિકેટ રમવાની જરુરત
અંતિમ મેચમાં જ્યારે રોહિત શર્માએ ટૉસ માટે આવ્યા તો કોમેન્ટેટરે રોહિત શર્માને પુછ્યું કે, બધું બરાબર થે ને જેના પર રોહિત શર્માએ કહ્યું કે, એવું જ લાગી રહ્યું છે. રોહિત શર્માએ કહ્યું સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ટૉસ વિશે ખુબજ વાતો થઈ હતી. વિવાદથી બહાર નીકળી અને સારા ક્રિકેટ રમવાની જરુરત છે. મને લાગે છે કે હું ફિટ અને ફાઈન છું. અમે કેટલાક બોલરોને આરમ આપી રહ્યા છે. બુમરાહ અને બોલ્ટ આરમ કરશે. પૈટિન્સન અને ધવલ કુલકર્ણી તેમનું સ્થાન લેશે. હું જયંત યાદવના સ્થાન પર આવી રહ્યો છુ.
સુનીલ ગાવસ્કર પણ ગુસ્સે થયા
આપને જણાવી દઈએ કે, જ્યારથી રોહિત ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય ટીમમાં સામેલ થયો નથી. ત્યારથી લઈ અત્યારસુધી તેમની ઈર્જાને લઈ ખુબ સારી ચર્ચા કરવામાં આવી છે, પરંતુ ચોક્કસ માહિતી કોઈ પાસે નથી. હૈદરાબાદ વિરુદ્ધ મેચ રમીને રોહિત શર્માએ તેમની ઈર્જાને લઈ વાત કરી અને કહ્યું કે, તે ફીટ છે.જે દિવસે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. રોહિત શર્માને ટીમમાં સામેલ કરવામાં ન આવતા, મુંબઈ ઈન્ડિયન્સે ટ્વિટર પર રોહિતની પ્રૈક્ટિસ કરતો ફોટો શેર કર્યો હતો. જેને લઈ સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો હતો. સુનીલ ગાવસ્કર પણ ગુસ્સે થયા હતા અને પસંદગી કરતાઓ પર નિશાન સાધતા કહ્યું કે, જો ગંભીર રીતે ઘાયલ છે. રોહિત શર્મા પ્રેક્ટિસ કઈ રીતે કરી શકે છે. પસંદગીકારોને કહેવું પડશે કે રોહિત શર્માને શું થયું છે અને તે કેમ ભારતીય ટીમમાંથી બહાર છે.
મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે ટૉસ જીતે પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદની ટીમને પ્લેઓફમાં મેચ જીતી પ્રવેશ કરી લીધો છે.