- ખેલાડીઓ કોહલીથી નાખુશ
- જય શાહને મળી કોહલી વિરૂદ્ધ ફરિયાદ
- ધોની વિરાટ કરતા સારો કપ્તાન હતો
ન્યુઝ ડેસ્ક: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની હાર બાદ કોહલીએ ટીમમાં પોતાનુ સન્માન ગુમાવ્યુ હતુ. કોહલીનુ વર્તન કેટલાક ખેલાડીઓને ગમ્યુ નહોતું અને કેટલીક વખત પ્લેયરો સાથે તે સન્માનજનક વ્યવહાર પણ કરતો નથી.વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદ કોહલીએ કહ્યુ હતુ કે, ખેલાડીઓની અંદર ઝનૂન અને જીતવાનો ઈરાદો નહોતા. આ નિવેદનથી પણ ખેલાડીઓ ખુશ નહોતા.
ધોની વિરાટ કરતા સારો કેપ્ટન
કોહલીને જ્યારે બેટિંગ કોચે સલાહ આપી હતી ત્યારે પણ તે ગુસ્સે થયો હતો અને કોચને કહ્યુ હતુ કે, મને કન્ફ્યુઝના કરો. કેટલાક ખેલાડીઓની એવી પણ ફરિયાદ હતી કે, કોહલી મેદાન બહાર ખેલાડીઓને જરુર હોય તો પહોંચની બહાર હોય છે.જ્યારે અગાઉ ધોની કેપ્ટન હતો ત્યારે તેના દરવાજા ખેલાડીઓ માટે 24 કલાક ખુલ્લા રહેતા હતા.
જય શાહને પણ મળી ફરિયાદ
કોહલી સામે મળેલી ફરિયાદો બાદ ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ ખુશ નહોતા અને તેમણે કેટલાક બીજા હોદ્દેદારો સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી હતી.ક્રિકેટ બોર્ડ લાંબા સમયથી શાસ્ત્રી અને કોહલીની વગ ઓછી કરવા માટે વિચારી રહ્યું હતુ અને ધોનીને ટીમના મેન્ટર તરીકે નિમણૂંક કરવાનો નિર્ણય પણ આ યોજનાનો જ એક ભાગ છેએક પૂર્વ અધિકારીનુ કહેવુ છે કે, કુંબલેને કોચ તરીકે પાછો લાવવા માટે પણ યોજના છે અને તેના થકી બોર્ડ દર્શાવવા માંગે છે કે, ટીમનુ અસલી સંચાલન કોના હાથમાં છે.