ETV Bharat / sports

India vs Ireland 3T20 Match: ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રીજી ટી20 વરસાદના કારણે રદ, હવે રમશે એશિયા કપ

ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચની T20I શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 3 મેચની T20 સિરીઝ 2-0થી જીતી લીધી છે. ભારતીય ટીમે ડબલિનમાં ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમના ચંદ્ર પર સફળ ઉતરાણની ઉજવણી કરી હતી.

Etv BharatIndia vs Ireland 3T20 Match
Etv BharatIndia vs Ireland 3T20 Match
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 24, 2023, 12:09 PM IST

હૈદરાબાદઃ ભારતીય ટીમે આયર્લેન્ડ સામેની ત્રીજી અને છેલ્લી T20 મેચ જીતીને આ શ્રેણીમાં 2-0થી ક્લીન સ્વીપ કરી લીધું છે. તમને જણાવી દઈએ કે વરસાદના કારણે મેચ લાંબા સમય સુધી શરૂ થઈ શકી ન હતી. આખરે મેચ રદ્દ કરવા અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય ટીમે ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમને સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતાર્યા બાદ ડબલિનમાં ઉજવણી બમણી થઈ ગઈ હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ ચંદ્રયાનના ઉતરાણની ઉજવણી કરી અને ટીવી પર કાર્યક્રમ જોઈને ખુશી વ્યક્ત કરી. તેનો વીડિયો BCCIએ શેર કર્યો છે.

  • India watching the broadcast from Dublin of Indian Space Research Organisation's Chandrayaan-3 landing on the moon 🌔 pic.twitter.com/mBK8Lur2ou

    — ESPNcricinfo (@ESPNcricinfo) August 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ટોસ પણ થઈ શક્યો ન હતોઃ ભારત અને આયર્લેન્ડ વચ્ચેની ત્રીજી T20 મેચ બુધવારે માલાહાઇડમાં વરસાદને કારણે એક પણ બોલ ફેંકાયા વિના રદ કરવામાં આવી હતી. સતત વરસાદ પડવાના કારણે મેચમાં ટોસ પણ થઈ શક્યો ન હતો. લાંબા સમયથી વરસાદના કારણે મેદાન ભીનું થઈ ગયું હતું. જેના કારણે વરસાદ બંધ થયા બાદ પણ મેચની કોઈ શક્યતા ન હતી. અમ્પાયરોએ જોયું કે, ભીના આઉટફિલ્ડમાં 5 ઓવરની મેચ પણ શક્ય નથી, તેથી મેચ રદ કરવામાં આવી હતી.

બુમરાહને પ્લેયર ઓફ ધ સિરીઝઃ પીઠની ઈજાને કારણે લગભગ 11 મહિના સુધી બહાર રહ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર વાપસી કરનાર બુમરાહને પ્રથમ મેચમાં જ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. બુમરાહને પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ મળ્યો હતો.

હવે રમશે એશિયા કપઃ વર્લ્ડ કપ પહેલા એશિયા કપ 2023નું આયોજન ખૂબ જ મહત્વપૂર્ણ છે. 30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપની પ્રથમ મેચ યજમાન પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે. જ્યારે ભારતની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે થશે. ત્યાર બાદ ટીમ ઈન્ડિયા 4 સપ્ટેમ્બરે ટીમ નેપાળ સામે ટકરાશે. એશિયા કપ ટુર્નામેન્ટની 4 મેચ પાકિસ્તાનમાં અને 9 મેચ શ્રીલંકામાં રમાશે. ટીમ ઈન્ડિયા તેની તમામ મેચ શ્રીલંકામાં જ રમશે.

આ પણ વાંચોઃ

  1. Sachin Appointed National Icon of EC: સચિનને મળી મોટી જવાબદારી, 'ભારત રત્ન' હવે કરશે આ કામ
  2. Tilak Varma: એશિયા કપ 2023 માટે પસંદગીને લઈને તિલક વર્માએ શું કહ્યું, જુઓ આ વિડીયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.