ETV Bharat / sports

બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશ પરાસ્ત, પૂજારા મેન ઓફ ધ સીરિઝ

author img

By

Published : Dec 25, 2022, 4:50 PM IST

Updated : Dec 25, 2022, 5:32 PM IST

ભારત અને બાંગ્લાદેશ (India and Bangladesh) વચ્ચેની બે ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી મેચ ભારતે જીતી (india beat bangladesh in second test) લીધી છે. આર અશ્વિન અને શ્રેયસ અય્યરની 71 રનની ભાગીદારીથી ભારતે 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી લીધું છે.

Etv Bharatબીજી ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને હરાવી 2-0થી શ્રેણી જીતી, પુજારા બન્યો પ્લેયર ઓફ ધ સિરીઝ

મીરપુરઃ ભારતે બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ (India and Bangladesh)ને 3 વિકેટથી હરાવ્યું છે. ચોથા દિવસે રમત શરૂ થતાં જ ભારતની 3 વિકેટ પડી ગઈ હતી, જેના કારણે હારનો ખતરો તોળાઈ રહ્યો હતો. પરંતુ આર અશ્વિન અને શ્રેયસ અય્યર સાવચેતીથી રમવાનું શરૂ કર્યું અને હારનો ભય ટાળ્યો અને જીત મેળવી. (india beat bangladesh in second test) ભારતે બીજી ટેસ્ટ જીતીને 2 ટેસ્ટ મેચની શ્રેણી 2-0થી જીતીને ક્લીન સ્વીપ કરી લીધું હતું.

4 ખેલાડીઓ 45 રનમાં આઉટ: મેચના ત્રીજા દિવસે બાંગ્લાદેશે ભારતને 145 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાના 4 ખેલાડીઓ 45 રનમાં આઉટ થઈ ગયા હતા. ચોથા દિવસે ભારતની 6 વિકેટ હતી અને 100 રનનો ટાર્ગેટ હતો. પરંતુ ભારતની 3 વિકેટ જલ્દી પડી ગઈ અને ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.

અશ્વિન-ઐયરની મજબૂત ઇનિંગ્સ: ભારતનો બીજો દાવ 7 વિકેટના પતન પછી સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. પરંતુ અશ્વિન અને અય્યરે શાણપણ અને સંયમ સાથે દાવને આગળ ધપાવ્યો હતો. બંનેએ 71 રનની ભાગીદારી કરીને ટીમને હારના ભયમાંથી બહાર કાઢી અને જીત મેળવી. અશ્વિને 62 બોલમાં 42 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગ દરમિયાન ચાર ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. અય્યરે 46 બોલમાં 29 રન બનાવ્યા અને ચાર ચોગ્ગા પણ ફટકાર્યા.

અશ્વિન બન્યો પ્લેયર ઓફ ધ મેચ: આર અશ્વિન બીજી ટેસ્ટ જીતનો હીરો હતો. અશ્વિને બાંગ્લાદેશની પ્રથમ ઇનિંગમાં 71 રનમાં ચાર અને બીજી ઇનિંગમાં 66 રનમાં બે વિકેટ ઝડપી હતી. બીજા દાવમાં તેણે શાનદાર 42 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

પુજારા બન્યો પ્લેયર ઓફ ધ સિરીઝ: ચેતેશ્વર પૂજારાએ બે ટેસ્ટ મેચની સિરીઝમાં સૌથી વધુ 222 રન બનાવ્યા હતા. પૂજારાએ પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 90 રન અને બીજી ઇનિંગમાં 102 રન બનાવ્યા હતા. પૂજારાએ બીજી મેચની પ્રથમ ઇનિંગમાં 24 અને બીજી ઇનિંગમાં છ રન બનાવ્યા હતા.

બાંગ્લાદેશનો દાવઃ બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 227 રન અને બીજા દાવમાં 231 રન બનાવ્યા હતા. મોમિનુલ હકે પ્રથમ દાવમાં સૌથી વધુ 84 રન અને લિટન દાસે બીજા દાવમાં 73 રન બનાવ્યા હતા. લિટન બાદ બીજી ઇનિંગમાં ઝાકિર હસને સૌથી વધુ 51 રન બનાવ્યા હતા. તેનાથી બાંગ્લાદેશને 144 રનની લીડ મળી હતી અને ભારતને જીતવા માટે 145 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.

ભારતનો દાવ: ભારતે પ્રથમ દાવમાં 314 રન બનાવ્યા હતા. રિષભ પંત અને શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી હતી. પંત સદીથી ચૂકી ગયો હતો અને 93 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે જ અય્યરે 87 રનનું યોગદાન આપ્યું હતું. બીજી ઇનિંગ્સમાં આર અશ્વિને સૌથી વધુ અણનમ 42 રન બનાવીને ભારતને જીત અપાવી હતી. અક્ષર પટેલે પણ 34 રનની શાનદાર ઇનિંગ રમી હતી. શ્રેયસ અય્યરે 29 રન બનાવ્યા હતા.

Last Updated : Dec 25, 2022, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.