ETV Bharat / sports

INDA vs PAKA Final : ભારતને હરાવી પાકિસ્તાનનો ઇમર્જિંગ એશિયા કપ પર કબ્જો, તૈયબ તાહિરની તોફાની સદી - INDA vs PAKA highlights

પાકિસ્તાનના બેટ્સમેન તૈયબ તાહિરની તોફાની બેટિંગ કરતા પાકિસ્તાન A એ ભારત A ને ઇમર્જિંગ એશિયા કપ 2023ની ફાઇનલમાં 128 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા 353 રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ 40 ઓવરમાં માત્ર 224 રનમાં ઓલઆઉટ.

Etv BharatINDA vs PAKA Final
Etv BharatINDA vs PAKA Final
author img

By

Published : Jul 24, 2023, 10:41 AM IST

Updated : Jul 24, 2023, 11:40 AM IST

કોલંબો: ભારત A અને પાકિસ્તાન A વચ્ચે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી ઇમર્જિંગ એશિયા કપ 2023ની ફાઇનલમાં પાકિસ્તાન A એ ભારત A ને 128 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. ભારતના કેપ્ટન યશ ધુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 352 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને ત્યારબાદ ભારત A ના દાવને 40 ઓવરમાં માત્ર 224 રનમાં સમેટીને 128 રનથી જીત મેળવી હતી.

પાકિસ્તાનની મોટી જીત: પાકિસ્તાને ફાઇનલમાં ભારતને 128 રને હરાવીને ઇમર્જિંગ એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા 353 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ 40 ઓવરમાં માત્ર 224 રનમાં જ સમેટાઈ ગઈ હતી.

50 ઓવરમાં પાકિસ્તાન A નો સ્કોર: ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન A એ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 352 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. પાકિસ્તાન માટે તૈયબ તાહિરે 71 બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 108 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તે જ સમયે ઓપનર સૈમ અયુબ (59) અને સાહિબજાદા ફરહાન (65)એ પણ અડધી સદી ફટકારી હતી. ભારત તરફથી ઝડપી બોલર આરએસ હંગરગેકર અને લેગ સ્પિનર ​​રિયાન પરાગે સૌથી વધુ 2-2 વિકેટ ઝડપી હતી. ઇમર્જિંગ એશિયા કપ ટાઇટલ જીતવા માટે ભારતને 50 ઓવરમાં 353 રનનો વિશાળ લક્ષ્યાંક હાંસલ કરવો પડશે.

પાકિસ્તાનના તૈયબ તાહિરે તોફાની સદી: પાકિસ્તાનના જમણા હાથના બેટ્સમેન તૈયબ તાહિરે 66 બોલનો સામનો કરીને ધમાકેદાર સદી પૂરી કરી હતી. તાહિરે અત્યાર સુધીમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા છે. તાહિરની તોફાની સદીની મદદથી પાકિસ્તાનનો સ્કોર 44 ઓવરના અંતે 300ને પાર કરી ગયુ હતું

ભારત તરફથી સૌથી વધું રન: આ મોટી મેચમાં 71 બોલમાં 108 રનની તોફાની ઇનિંગ રમનાર પાકિસ્તાનના બેટ્સમેન તૈયબ તાહિરને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભારત તરફથી સૌથી વધું રન અભિષેક શર્માએ 61 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો:

  1. Rishabh Pant : ઋષભ પંતે રિકવરીનો વીડિયો કર્યો શેર, રાહુલ અને રૈનાએ પાઠવી શુભેચ્છા
  2. Ashes 2023: સ્ટુઅર્ટ બ્રોડની ટેસ્ટમાં ઐતિહાસિક સિદ્ધિ, 600 વિકેટ લેનારો બીજો ઝડપી બોલર બન્યો
Last Updated : Jul 24, 2023, 11:40 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.