નવી દિલ્હીઃ મહિલા T20 વિશ્વકપ ચાલી રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા ટીમે બેસ્ટ પર્ફોમ કર્યું છે. આ પર્ફોમન્સ ક્રિકેટ પ્રેમીઓને પણ પસંદ આવી રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ પોતાની આ ટુર્નામેન્ટના બીજા મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર જીત મેળવી છે. છ વિકેટથી જીત મળતા ટીમ ઈન્ડિયાએ ગ્રાઉન્ડ પર જ આનંદ વ્યક્ત કર્યો હતો. હરમનપ્રીતના નેતૃત્વ હેઠળ ટીમ ઈન્ડિયાની આ સતત બીજી મોટી જીત છે.
-
Deepti Sharma’s double-wicket over gave India a boost.
— ICC (@ICC) February 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
But can West Indies provide a late flurry❓
Follow LIVE 📝: https://t.co/kQpGPcjbyu#WIvIND | #T20WorldCup | #TurnItUp pic.twitter.com/VIGq8VJnwK
">Deepti Sharma’s double-wicket over gave India a boost.
— ICC (@ICC) February 15, 2023
But can West Indies provide a late flurry❓
Follow LIVE 📝: https://t.co/kQpGPcjbyu#WIvIND | #T20WorldCup | #TurnItUp pic.twitter.com/VIGq8VJnwKDeepti Sharma’s double-wicket over gave India a boost.
— ICC (@ICC) February 15, 2023
But can West Indies provide a late flurry❓
Follow LIVE 📝: https://t.co/kQpGPcjbyu#WIvIND | #T20WorldCup | #TurnItUp pic.twitter.com/VIGq8VJnwK
આ પણ વાંચોઃ ICC RANKING: ટીમ ઈન્ડિયાએ રચ્યો ઇતિહાસ, રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર પહોચી ગઈ
જીતનો શ્રેયઃ કેપ્ટન હરમનપ્રીતે પોતાની આ જીતનો શ્રેય ટીમ તેમજ ટીમના ખેલાડી દીપ્તી શર્મા અને વિકેટકીપર ઋચા ઘોષને આપ્યો છે. આ પહેલાના મેચમાં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાનને ધોબી પછડાટ આપીને મોટી જીત મેળવી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામે દમદાર વિકેટ કિપિંગ કરીને જોરદાર બેટિંગ કરીને ઋચાએ હરીફ ટીમને હંફાવી દીધી હતી. 44 રનની વિનિંગ ઈનિંગ્સ રમીને બેસ્ટ પર્ફોમ કર્યું છે.
આવી છે પ્રોફાઈલઃ ઋચાએ પાકિસ્તાન સામેની મેચમાં 20 બોલમાં 31 રન કર્યા હતા. તે હજું 19 વર્ષની જ છે. અંડર 19 વિશ્વકપ જીતનારી ટીમની એક ખેલાડી રહી છે. તેણે પોતાના કરિયરમાં કુલ 17 વન ડે અને 31 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. વન ડેમાં તેણે 22.21ની એવરેજથી 311 રન કર્યા હતા. આ મેચમાં 2 હાફ સેન્ચુરી પણ ફટકારી હતી. કુલ 20 ઈન્ટરનેશનલ મેચમાં 502 રન બનાવ્યા છે.
પ્લેયર ઓફ ધ મેચઃ હરમનપ્રીત કૌરે કહ્યું હતું કે, આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ પોતાના બે મોટા મેચ જીતી લીધા છે. આગળની તમામ મેચમાં પણ આ જ રણનીતિથી કામ લેવામાં આવશે. જેના કારણે આ વિજયકુચને હજુ આગળ વધારી શકાય. આ મેચમાં દીપ્તી શર્માએ પોતાની કાતિલ બોલિંગથી હરીફ ટીમના બેટ્સમેનને પરસેવો લેવડાવી દીધો હતો. બેસ્ટ પર્ફોમન્સ માટે દીપ્તીને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ દેવામાં આવ્યો છે.
-
Victory for India in Cape Town!
— ICC (@ICC) February 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
📝: https://t.co/kJcwkY9K11 #WIvIND | #T20WorldCup | #TurnItUp pic.twitter.com/mDm26V1eiI
">Victory for India in Cape Town!
— ICC (@ICC) February 15, 2023
📝: https://t.co/kJcwkY9K11 #WIvIND | #T20WorldCup | #TurnItUp pic.twitter.com/mDm26V1eiIVictory for India in Cape Town!
— ICC (@ICC) February 15, 2023
📝: https://t.co/kJcwkY9K11 #WIvIND | #T20WorldCup | #TurnItUp pic.twitter.com/mDm26V1eiI
આ પણ વાંચોઃChetan Sharma Statement: કોહલી, રોહિત અને દ્રવિડ વિશે સિલેક્ટરે મોટો બોંબ ફોડ્યો
પહેલા બેટિંગઃ આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પહેલા ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 20 ઓવરમાં 6 વિકેટના નુકસાનથી ટીમ 118 રન કરી શકી હતી. ટાર્ગેને પૂરો કરવા માટે ઊતરેલી ટીમ ઈન્ડિયાએ સરળતાથી 119 રન કરી દીધા હતા. 18.1 ઓવરમાં 4 વિકેટના નુકસાનથી ટીમ રમી રહી હતી. પણ ટાર્ગેટ સરળતાથી પૂરો થઈ ગયો હતો.