ETV Bharat / sports

Border gavaskar trophy 2023: ભારતે ત્રીજા દિવસે જ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, શ્રેણીમાં ભારત 2-0થી આગળ - रवींद्र जडेजा

દિલ્હીમાં ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને છ વિકેટે પરાજય આપ્યો છે. જીત સાથે ટીમ ઈન્ડિયાએ ચાર મેચોની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ભારતને જીતવા માટે 115 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે ત્રીજા દિવસની રમતમાં જ હાંસલ કરી લીધો હતો.

IND vs AUS 2nd test delhi day 3rd Border gavaskar trophy Match live updates live score

author img

By

Published : Feb 19, 2023, 1:24 PM IST

Updated : Feb 19, 2023, 2:15 PM IST

નવી દિલ્હી: ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને બીજી ટેસ્ટ મેચમાં હરાવ્યું છે. જીતનો હીરો રવિન્દ્ર જાડેજા રહ્યો હતો જેણે બીજી ઈનિંગમાં સાત વિકેટ લઈને કાંગારૂઓની કમર તોડી નાખી હતી. જાડેજાની બોલિંગ અદભૂત હતી કે ઓસ્ટ્રેલિયન ટીમે સવારના સેશનમાં પોતાની નવ વિકેટ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાની આખી ટીમ તેના બીજા દાવમાં 113 રનમાં સમેટાઈ ગઈ હતી. ત્યારપછી રોહિત શર્માના ધમાકેદાર 31 રનના કારણે લક્ષ્ય આસાન થઈ ગયું હતું.

ખ્વાજા ફરી જાડેજાની સ્પિનમાં ફસાયા: રવિન્દ્ર જાડેજાએ મેચની બીજી ઇનિંગમાં પણ ઉસ્માન ખ્વાજાને પેવેલિયન મોકલી દીધો હતો. પ્રથમ દાવ દરમિયાન જાડેજાએ તેને 81 રન પર આઉટ કર્યો હતો. ખ્વાજાએ ઈનિંગ દરમિયાન 125 બોલમાં 12 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. જાડેજાએ તેને કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. બીજા દાવમાં જાડેજાએ ખ્વાજાને શ્રેયસ અય્યરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જાડેજાએ તરત જ ખ્વાજાને પેવેલિયનમાં મોકલી દીધો. ખ્વાજાએ 13 બોલમાં 6 રન બનાવ્યા હતા. તેણે ચોગ્ગો પણ માર્યો હતો.

આ પણ વાંચો IND vs AUS 2nd test: ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારા 100મી ટેસ્ટમાં ડક આઉટ

ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ: ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 263 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજાએ 125 બોલમાં 81 રન બનાવ્યા હતા. આ સાથે જ પીટરહેન્ડ્સકોમ્બે 72 રનની અણનમ ઇનિંગ રમી હતી. ડેવિડ વોર્નર 15, માર્નસ લાબુશેન 18, સ્ટીવ સ્મિથ શૂન્ય, ટ્રેવિસ હેડ 12, એલેક્સ કેરી શૂન્ય, પેટ કમિન્સ 33, ટોડ મર્ફી શૂન્ય નાથન લિયોન 10, મેથ્યુ કુહનેમેન 6 રન બનાવીને આઉટ થયા હતા.

આ પણ વાંચો ICC Womens T20 World: રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 11 રને હરાવ્યું

ભારતનો પ્રથમ દાવ: મેચના બીજા દિવસે ભારતનો પ્રથમ દાવ 262 રનમાં સમેટાઈ ગયો હતો. ઓલરાઉન્ડર અક્ષર પટેલે સૌથી વધુ 74 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી પોતાના હોમ ગ્રાઉન્ડ પર પોતાની અડધી સદી પણ પૂરી કરી શક્યો નહોતો. કોહલીએ 44 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા 32, કેએલ રાહુલ 17, ચેતેશ્વર પૂજારા શૂન્ય, શ્રેયસ ઐયર 4, રવિન્દ્ર જાડેજા 26, કેએસ ભરત 6, રવિચંદ્રન અશ્વિન 37, મોહમ્મદ શમી 2 અને મોહમ્મદ સિરાજ 1 રને અણનમ રહ્યા હતા.

Last Updated : Feb 19, 2023, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.