હિમાચલ પ્રદેશ : મોહમ્મદ શમીએ ન્યુઝીલેન્ડ સામે ચાલી રહેલી રમતમાં 54 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. જેમાં રચિન રવિન્દ્ર અને ડેરીલ મિશેલની મહત્વપૂર્ણ વિકેટનો સમાવેશ થાય છે. જોકે, શાનદાર બોલિંગની સાથે મોહમ્મદ શમીએ સુપ્રસિદ્ધ લેગ-સ્પિનર અનિલ કુંબલેને પાછળ છોડીને ODI વર્લ્ડ કપના ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ વિકેટ સાથે મોહમ્મદ શમી ODI વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતનો બીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે.
શમીનું ધમાકેદાર પ્રદર્શન : મોહમ્મદ શમીએ તેના સ્પેલ દરમિયાન યોગ્ય લેન્થ પર બોલિંગ કરીને ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને સતત પોતાના કાબુમાં રાખ્યા હતા. સ્થાનિક ક્રિકેટમાં બંગાળનું પ્રતિનિધિત્વ કરી રહેલા મોહમ્મદ શમીએ હવે 12 વર્લ્ડ કપ મેચોમાં 15.02ની એવરેજ અને 17.6 ની સ્ટ્રાઈક રેટથી 36 વિકેટ ઝડપી છે. જ્યારે મોહમ્મદ શમી દ્વારા શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શનમાં 5/51 છે અને તેનો ઇકોનોમી રેટ 5.09 છે.
વર્લ્ડ કપ ઇતિહાસના રેકોર્ડ : ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર ઝહિર ખાન અને જવાગલ શ્રીનાથ ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં 44 વિકેટ સાથે ભારત માટે સમાન ક્રમના રેન્કર છે. ઝહિર ખાને આ સિદ્ધિ હાંસલ કરવા માટે 23 મેચ રમી હતી. જ્યારે શ્રીનાથ જે હવે ICC મેચ રેફરી છે, તેઓને 34 મેચ રમવાની જરૂર પડી હતી. ઉપરાંત તેઓ વિશ્વ કપના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરોની યાદીમાં સંયુક્ત રીતે સાતમા સ્થાને છે. ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ગ્લેન મેકગ્રા વિશ્વ કપમાં 39 ODI ઇનિંગ્સમાં 18.19ની એવરેજ અને 27.53ની સ્ટ્રાઇક રેટ સાથે 71 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર છે.
શમી પાંચ વિકેટ : મોહમ્મદ શમી ICC વર્લ્ડ કપ 2023 માં તેની પ્રથમ મેચ રમી રહ્યો હતો. તેણે 10 ઓવરમાં 5-54 ના પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ પ્રદર્શન આપ્યું હતું. મોહમ્મદ શમીએ વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, મિશેલ સેન્ટનર અને મેટ હેનરીની વિકેટ લીધી હતી. જેના કારણ કે ભારતે ન્યૂઝીલેન્ડ ટીમની ઈંન્ગિને 273 રનમાં સમેટી દીધી હતી.
ODI વર્લ્ડ કપમાં ભારત માટે પાંચ વિકેટ ઝડપનાર બોલર :
- 5/43 - કપિલ દેવ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 1983 વર્લ્ડકપ
- 5/31 - રોબિનસિંઘ શ્રીલંકા વિરુદ્ધ 1999 વર્લ્ડકપ
- 5/27 - વેંકટેશ પ્રસાદ પાકિસ્તાન વિરુદ્ધ 1999 વર્લ્ડકપ
- 6/23 - આશિષ નેહરા ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2003 વર્લ્ડકપ
- 5/31- યુવરાજ સિંહ આયર્લેન્ડ વિરુદ્ધ 2011 વર્લ્ડકપ
- 5/69 - મોહમ્મદ શમી ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2019 વર્લ્ડકપ
- 5/54 - મોહમ્મદ શમી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 2023 વર્લ્ડકપ