ETV Bharat / sports

ICC World Cup 2023: પાકિસ્તાન માટેની પ્રતિકૂળતાઓ, સમગ્ર ટીમે કરવું પડશે સામુહિક પ્રદર્શન - નબળું પ્રદર્શન

બાબર આઝમની કેપ્ટનશિપ હેઠળ રમતી પાકિસ્તાન ટીમે સતત હારનો સામનો કર્યો છે. પાકિસ્તાનના ખેલાડીઓ એક ટીમ બનીને સામુહિક પ્રદર્શન કરશે તો વર્લ્ડ કપમાં કમબેક કરી શકશે. પાકિસ્તનની આગામી મેચ અફઘાનિસ્તાન સામે ચેન્નાઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.

પાકિસ્તાન માટેની પ્રતિકૂળતાઓ
પાકિસ્તાન માટેની પ્રતિકૂળતાઓ
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 23, 2023, 2:56 PM IST

Updated : Oct 23, 2023, 3:26 PM IST

હૈદરાબાદઃ આઈસીસી વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાને બીજી મેચ ગુમાવી છે. આ મેચ બેંગાલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ હતી. આ મેચમાં કેપ્ટન બાબર આઝમ અને ફાસ્ટ બોલર હારિસ રૌફનું પ્રદર્શન જોઈએ એટલું સારુ નહતું.

આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ હજૂ સુધી સારુ પ્રદર્શન કરી શક્યો નથી. તેમણે આ વર્લ્ડ કપમાં રમેલી ચાર ઈનિન્ગ્સમાં 20.75ની સરેરાશથી માત્ર 83 રન બનાવ્યા છે. બાબરનો હાઈ સ્કોર 50 રનનો છે જે તેણે ભારત વિરુદ્ધની મેચમાં બનાવ્યો હતો. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી.

વર્લ્ડ કપની પ્રથમ બે મેચમાં બાબર આઝમ માત્ર 15 રન બનાવી શક્યો. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં આઝમે માત્ર 18 રન બનાવીને વિકેટ ગુમાવી દીધી હતી. આ ખરાબ પ્રદર્શનને પરિણામે પાકિસ્તાને પાંચ વાર વિશ્વ કપ વિજેતા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ બાદ પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં સરકીને પાંચમાં સ્થાન પર આવી ગયું હતું.

પાકિસ્તાનના ફાસ્ટ બોલર હારિસ રૌફ, જે પોતાની સ્પીડ માટે જાણીતો છે. આ બોલર પણ સારુ પ્રદર્શન કરવામાં વિફળ રહ્યો હતો. નસીમ શાહ વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ હારિસ રૌફ તેમજ શાહીન શાહ આફ્રિદી પર બોલિંગની જવાબદારી આવી પડી છે. જો કે બંને બોલર વિફળ રહ્યા હતા અને ઘણા વધારે રન આપી દીધા હતા. તેમણે 4 મેચીસમાં 8 વિકેટ લીધી છે પરંતુ 7.06ની સરેરાશથી ખૂબ જ રન આપ્યા છે.

પાકિસ્તાના અગ્રણી સ્પિન બોલર્સ મોહમ્મદ નવાઝ અને શાદાબ ખાનનું પણ પ્રદર્શન યોગ્ય રહ્યું નહતું. નવાઝે 4 મેચમાં 9.5 રનની સરેરાશથી માત્ર બે વિકેટો ઝડપી છે, જ્યારે લેગ સ્પિનર શાદાબ ખાને માત્ર 20 ઓવર ફેંકી અને છેલ્લી ત્રણ મેચીસમાં 65.50ની સરેરાશથી ત્રણ વિકેટો લીધી છે.

વિશેષમાં વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાની બોલિંગ હજુ સુધી સામુહિક રીતે આગળ વધી નથી. પાકિસ્તાન માટે વર્લ્ડ કપમાં વધુ એક હાર અસહ્ય થઈ પડશે. તેમજ સેમિફાઈનલમાં ક્વાલિફાઈ થનાર અન્ય ટીમોના પરિણામ પર આધાર રાખવો પડશે. પાકિસ્તાન ટીમ અત્યારે ચાર મેચમાંથી બે મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. પાકિસ્તાને ટૂર્નામેન્ટના બીજા ભાગમાં પોતાનો નેટ રન રેટ સુધારવો પડશે.

  1. Chase Master Virat Kohli : રન ચેઝિસ સાથે વિરાટ કોહલીનો 'લવ અફેર', એમ જ કોહલી નથી કહેવાતો રન મશીન
  2. ICC World Cup 2023: અનુષ્કાએ વિરાટની શાનદાર બેટિંગના કર્યા વખાણ, ઈંસ્ટા પોસ્ટમાં કોહલીને ગણાવ્યો 'સ્ટ્રોમ ચેઝર'

Last Updated : Oct 23, 2023, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.