ETV Bharat / sports

પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની સના મીરે વિરાટ કોહલીના વખાણ કર્યા - T20 World Cup match

પાકિસ્તાન(Pakistan) મહિલા ક્રિકેટ(Cricket) ટીમની પૂર્વ કેપ્ટન સના મીરે ભારતના કેપ્ટન વિરાટ કોહલી(Virat Kohli)ના વખાણ કર્યા છે. સનાએ કહ્યું, વિરાટે પાકિસ્તાન સામેની હારને ખૂબ ખેલદિલીથી સંભાળી.

પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની સના મીરે વિરાટ કોહલીના વખાણ કર્યા

author img

By

Published : Oct 26, 2021, 5:41 PM IST

  • સના મીરે વિરાટ કોહલીની પ્રશંસા કરી
  • વર્લ્ડ કપમાં પાકિસ્તાનની 29 વર્ષ બાદ પ્રથમ જીત
  • ટીમ ઈન્ડિયાએ સતત 12 વર્લ્ડ કપ મેચ જીતી હતી

દુબઈઃ પૂર્વ કેપ્ટન સના મીરે(Former Captain Sana Mire) ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી(Virat Kohli)ના વખાણ કર્યા છે. મીર કહ્યુ કે, કોહલીએ પાકિસ્તાન(Pakistan Cricket) સામે 10 વિકેટની હારને ખૂબ જ નિર્મળતાથી સંભાળી હતી.

24 ઑક્ટોબરે દુબઈમાં રમાયેલી T20 વર્લ્ડ કપ મેચ(World Cup match)માં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. વર્લ્ડ કપની મેચોમાં પાકિસ્તાનની ટીમ 29 વર્ષમાં પ્રથમ વખત જીતી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ વર્ષ 1992થી વર્ષ 2019 સુધી દરેક વર્લ્ડ કપની મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. તે દરમિયાન ટીમ ઈન્ડિયાએ સતત 12 વર્લ્ડ કપ મેચ જીતી હતી.

સના મીરે વિરાટ કોહલીના પ્રશંસાના પુલ બાંધ્યા

વિરાટના વખાણ કરતાં સનાએ કહ્યું કે, કોહલીએ પાકિસ્તાન સામેની હારને ખૂબ જ ઈનાયતથી સંભાળી, હું તેની રમતની પ્રશંસા કરું છું. આના જેવા ટોચના ક્રિકેટરોને જોઈને આનંદ થાય છે. જ્યારે રોલ મોડલ આ કરે છે ત્યારે તે ઘણું સારું લાગે છે. સનાએ કહ્યું, કોહલીએ બતાવ્યું કે તેને ટીમમાં પુનરાગમન કરવાનો પૂરો વિશ્વાસ છે, મને એ વાતની હેરાની નહિ થાય કે, ભારત આ ટૂર્નામેન્ટમાં મોટી જીત સાથે વાપસી કરશે.

બાબર-શાહીને જીત માથા પર નથી ચડી

આ દરમિયાન સનાએ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પણ વખાણ કરતા કહ્યું કે, આ શાનદાર પ્રદર્શન બાદ ટીમે બતાવ્યું છે કે તે T20 વર્લ્ડ કપ જીતવાની કેટલી મોટી દાવેદાર છે. આ જોઈને સારું લાગ્યુ કે ભારત સામેની ઐતિહાસિક જીત પર બાબર આઝમ અને શાહીન આફરીદીને જીત માથા પર નથી ચડી, તેમનું સમગ્ર ધ્યાન ન્યુઝીલેન્ડ સામેની આગામી મેચ પર છે.

હવે, પાકિસ્તાન vs ન્યૂઝીલેન્ડ

ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડ કપમાં આજે એટલે કે મંગળવારે પાકિસ્તાનની ટીમ તેની બીજી મેચ ન્યૂઝીલેન્ડ સામે રમશે. આ સાથે જ કિવી ટીમની આ પ્રથમ મેચ હશે. બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા થશે. પાકિસ્તાન આ મેચ જીતવામાં કોઈ કસર છોડશે નહીં.

આ પણ વાંચોઃ 2018 બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય નવસારીમાં મજૂરી કરવા થયો મજબૂર

આ પણ વાંચોઃ પાકિસ્તાની પત્રકારની કોહલીએ બોલતી બંધ કરી દીધી, રોહિતને લઇને પૂછાયેલા પ્રશ્ન પર ભડક્યો વિરાટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.