બર્મિંગહામ: એશિઝ 2023ની પ્રથમ ટેસ્ટ મેચ ઘણા ઉતાર-ચઢાવ વચ્ચે રોમાંચક રીતે સમાપ્ત થઈ હતી. પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 2 વિકેટથી હરાવીને શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી હતી. કેપ્ટન પેટ કમિન્સે પ્રથમ ટેસ્ટ મેચમાં માત્ર કેપ્ટનશીપની ઇનિંગ્સ રમી ન હતી, પરંતુ નાથન લિયોન સાથે 8 વિકેટે જીત મેળવીને જ પેવેલિયન પરત ફર્યો હતો. જો કે બંને દાવમાં સારી બેટિંગ કરનાર ઉસ્માન ખ્વાજાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.
ઓસીને જીતવા 281 રનના ટાર્ગેટ હતો: વરસાદથી પ્રભાવિત આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. 281 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કાંગારૂ ટીમે ચોથા દિવસે જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ઉસ્માન ખ્વાજા અને કેપ્ટન પેટ કમિન્સની મજબૂત ઇનિંગ્સ અને અન્ય ખેલાડીઓના નાના યોગદાનને કારણે ટીમ જીતી ગઈ હતી.
-
Test cricket at its best 🤩
— ICC (@ICC) June 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Australia seal a mouth-watering win in Birmingham in the first #Ashes Test ✌️#WTC25 | 📝: https://t.co/ZNnKIn9jeq pic.twitter.com/K0lKH79ml4
">Test cricket at its best 🤩
— ICC (@ICC) June 20, 2023
Australia seal a mouth-watering win in Birmingham in the first #Ashes Test ✌️#WTC25 | 📝: https://t.co/ZNnKIn9jeq pic.twitter.com/K0lKH79ml4Test cricket at its best 🤩
— ICC (@ICC) June 20, 2023
Australia seal a mouth-watering win in Birmingham in the first #Ashes Test ✌️#WTC25 | 📝: https://t.co/ZNnKIn9jeq pic.twitter.com/K0lKH79ml4
કમિન્સ-લિયોનની 55 રનની ભાગીદારી: મેચના 5માં દિવસે વરસાદને કારણે રમતમાં વિલંબ થયો અને ઈંગ્લેન્ડ ઘણી વખત મેચમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. જ્યારે બેન સ્ટોક્સે ખ્વાજાને આઉટ કર્યો ત્યારે ફરી એકવાર મેચ ઈંગ્લેન્ડના હાથમાં જતી જોવા મળી હતી. પરંતુ કમિન્સ-લિયોનની 55 રનની ભાગીદારીએ ટીમને વિજય અપાવ્યો અને છેલ્લો વિનિંગ શોટ પણ કમિન્સના બેટમાંથી આવ્યો.
-
Parallels: Edgbaston 2005 vs Edgbaston 2023 🖼️
— ICC (@ICC) June 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
More: https://t.co/i7il4FHWpX#Ashes pic.twitter.com/3Y2kI7ErK9
">Parallels: Edgbaston 2005 vs Edgbaston 2023 🖼️
— ICC (@ICC) June 21, 2023
More: https://t.co/i7il4FHWpX#Ashes pic.twitter.com/3Y2kI7ErK9Parallels: Edgbaston 2005 vs Edgbaston 2023 🖼️
— ICC (@ICC) June 21, 2023
More: https://t.co/i7il4FHWpX#Ashes pic.twitter.com/3Y2kI7ErK9
2 વિકેટ બાકી રહેતા જીત મેળવી: બર્મિંગહામ ટેસ્ટમાં 281 રનનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમને અંતિમ દિવસે જીતવા માટે માત્ર 174 રનની જરૂર હતી અને તેની 7 વિકેટ બાકી હતી. પરંતુ વરસાદના કારણે લક્ષ્યાંક હાંસલ કરવો મુશ્કેલ જણાતો હતો. બીજા દાવમાં કાંગારૂ ટીમે 8 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો અને શ્રેણીમાં સરસાઈ મેળવી લીધી હતી.
આ પણ વાંચો: