નવી દિલ્હીઃ ભારત સામે ચાલી રહેલી ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ઓસ્ટ્રેલિયન ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. પ્રથમ બે મેચમાં શરમજનક હાર બાદ ટીમને વધુ એક મોટો આંચકો લાગ્યો છે.
-
Another blow for the Aussies with David Warner heading home.@ARamseyCricket | #INDvAUS
— cricket.com.au (@cricketcomau) February 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Another blow for the Aussies with David Warner heading home.@ARamseyCricket | #INDvAUS
— cricket.com.au (@cricketcomau) February 21, 2023Another blow for the Aussies with David Warner heading home.@ARamseyCricket | #INDvAUS
— cricket.com.au (@cricketcomau) February 21, 2023
સિરાજના બોલ પર વોર્નરને ઈજા: ટીમનો ડેશિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર કોણીની ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. બેટ્સમેન ડેવિડ વોર્નર બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બાકીની 2 મેચોમાં વોર્નર હવે ટીમનો ભાગ નહીં હોય. દિલ્હી ટેસ્ટમાં ભારતીય ફાસ્ટ બોલર સિરાજના બોલ પર વોર્નરને ઈજા થઈ હતી. જેના કારણે તેને મેચની વચ્ચે જ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. મેથ્યુ રેનશોને પાછળથી ટીમમાં તેના કન્સશન અવેજી તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. જેને શરૂઆતમાં પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ વોર્નરના સિરીઝની બાકીની બે ટેસ્ટ મેચમાંથી બહાર હોવાની માહિતી આપી છે.
આ પણ વાંચો: PSL 2023 : મોહમ્મદની મુલતાન સુલતાન ટોપ પર રહી, જાણો શું છે અન્ય ટીમોની સ્થિતિ
બે ટેસ્ટ મેચમાંથી બહાર: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, 'દિલ્હી ટેસ્ટમાં કોણીની ઈજાને કારણે ડેવિડ વોર્નર ભારતના ટેસ્ટ પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે અને બાકીની બે ટેસ્ટ માટે તે ટીમનો ભાગ રહેશે નહીં. દિલ્હી ટેસ્ટના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શરૂઆતમાં જ ડેવિડ વૉર્નરને મોહમ્મદ સિરાજના બૉલથી ઇજા પહોંચી હતી. સિરાજનો એક બૉલ સીધો ડેવિડ વૉર્નરના હેલમેટ પર આવીને વાગ્યો હતો. છતાં ડેવિડ વૉર્નર પીચ પર રહ્યો, પરંતુ જેવો તે આઉટ થયો તેનું તાત્કાલિક તેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. હવે તેને દિલ્હી ટેસ્ટમાંથી બહાર કરવાનો નિર્ણય કરાયો છે.
આ પણ વાંચો: Indian Batsman Test Six Record: ટેસ્ટમાં સૌથી વધુ સિકસ ફટકારનારા ભારતીય સાવજો
ઓસ્ટ્રેલિયન ટીમ માથે ચિંતાના વાદળો: ભારત સામે ચાલી રહેલી સીરીઝમાં ઓસ્ટ્રેલિયન ટીમ પહેલાથી જ કેટલીક મોટી ઈજાઓની ચિંતાઓથી ઝઝૂમી રહી છે. મુખ્ય ઝડપી બોલર જોશ હેઝલવુડ ઈજાના કારણે મેચ રમી શકશે નહીં. કેમેરોન ગ્રીન અને મિશેલ સ્ટાર્ક જેવા ખેલાડીઓ આંગળીની ઇજાઓ સામે ઝઝૂમી રહ્યા છે. અને હવે ઓપનર ડેવિડ વોર્નરનું શ્રેણીમાંથી બહાર થવું ઓસ્ટ્રેલિયન ટીમ માટે ચિંતાનું કારણ છે.