- સાઉથેમ્પટનના રોઝ બૉઉલ મેદાન ખાતે ચાલી રહી છે WTC Final
- IND vs NZ મેચની પ્રથમ ઈનિંગ્સમાં ભારત 217 રનમાં ઓલઆઉટ
- ભારતે મેચના ત્રીજા દિવસે જ 9 વિકેટો ગુમાવી, જેમિસને 5 વિકેટ લીધી
ન્યૂઝ ડેસ્ક : હાલમાં સાઉથેમ્પટનના રોઝ બૉઉલ મેદાન ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ (WTC Final) ચાલી રહી છે. જેના ત્રીજા દિવસે ભારતીય ટીમ 217 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી કાઈલ જેમિસન દ્વારા 5 વિકેટ લેવામાં આવી હતી. જ્યારે ભારતીય ટીમમાં સૌથી વધુ 49 રન અજિંક્ય રહાણે દ્વારા બનાવવામાં આવ્યા છે.
ત્રીજા દિવસે ભારતે કુલ 9 વિકેટો ગુમાવી
WTC Final ના ત્રીજા દિવસે ભારતના કુલ 9 બેટ્સમેનો આઉટ થયા હતા. ન્યૂઝીલેન્ડના ફાસ્ચ બોલર કાઈલ જેમિસને 5 વિકેટ ઝડપી હતી. પ્રથમ ઈનિંગ્સની 92મી ઓવરમાં જેમિસને એક પછી એક 2 વિકેટ ઝડપી હતી. તેણે ઈશાંત શર્મા અને જસપ્રીત બુમરાહને પોતાના શિકાર બનાવ્યા હતા.
લન્ચ બ્રેક સુધીમાં જ ભારતે ગુમાવી હતી 7 વિકેટ
WTC Final માં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનારી ભારતીય ટીમ મેચના ત્રીજા દિવસે જ 217 રનમાં સમેટાઈ ગઈ હતી. ત્રીજા દિવસે લન્ચ બ્રેક સુધીમાં જ ભારતે 7 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતે તે સેશનમાં કુલ 4 વિકેટો ખોઈ હતી. લન્ચ બ્રેક પડ્યો ત્યારે રવિન્દ્ર જાડેજા 15 રન બનાવીને અને ઈશાંત શર્મા 2 રન બનાવીને બેટિંગ કરી રહ્યા હતા.