મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો આભાર માન્યો અને કહ્યું કે, પૂર્વ વિકેટ કીપર દિગ્ગજ હંમેશા તેમના કેપ્ટન રહેશે. ભારતને 2 વખત વર્લ્ડ કપ અપાવનારા ધોનીએ શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.
BCCIએ ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં કોહલીએ કહ્યું કે, જીવનમાં ઘણી વખત શબ્દો ટૂંકા પડે છે અને મને લાગે છે કે, આ તે ક્ષણ છે. હું ફક્ત એટલું જ કહી શકું છું કે, તમે હંમેશાં તે વ્યક્તિ રહેશો, જે બસમાં છેલ્લી સીટ પર બેસે છે.
-
"I've always said this and I will say it again, you will always be my Captain," #TeamIndia Skipper @imVkohli pays his tribute to @msdhoni who announced his retirement from international cricket at 1929 hours yesterday.#ThankYouMSD pic.twitter.com/U6uWlow4lB
— BCCI (@BCCI) August 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">"I've always said this and I will say it again, you will always be my Captain," #TeamIndia Skipper @imVkohli pays his tribute to @msdhoni who announced his retirement from international cricket at 1929 hours yesterday.#ThankYouMSD pic.twitter.com/U6uWlow4lB
— BCCI (@BCCI) August 16, 2020"I've always said this and I will say it again, you will always be my Captain," #TeamIndia Skipper @imVkohli pays his tribute to @msdhoni who announced his retirement from international cricket at 1929 hours yesterday.#ThankYouMSD pic.twitter.com/U6uWlow4lB
— BCCI (@BCCI) August 16, 2020
તેમણે કહ્યું કે, આપણી વચ્ચે ખૂબ સારી મિત્રતા અને પરસ્પર સમજણ છે. કારણ કે, આપણે હંમેશાં સમાન ભૂમિકા માટે એક જ ધ્યેય માટે રમ્યા હતા. જે ટીમને જીત અપાવવાનો હતો. તમારા નૈતૃત્વ હેઠળ તમારી સાથે રમવું આનંદદાયક હતું. તમે મારા પર વિશ્વાસ દર્શાવ્યો એના માટે હું હંમેશાં તમારો આભારી રહીશ.
કોહલીએ કહ્યું કે, મેં આ પહેલા પણ કહ્યું હતું અને ફરી કહું છું કે, તમે હંમેશા મારા કેપ્ટન રહેશો.
39 વર્ષીય ધોનીએ પોતાની કપ્તાની હેઠળ ભારતને 3-ICC વર્લ્ડ કપ આપાવ્યા છે. તેમણે 2007માં ભારતને T-20 વર્લ્ડ કપ, 2011માં વર્લ્ડ કપ અને 2013માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી અપાવી હતી અને ભારતને પ્રથમ વખત ICC ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ નંબર અપાવ્યો હતો.
ધોનીએ ભારત માટે 90 ટેસ્ટ મેચની 144 ઇનિંગ્સમાં 38.09ની એવરેજથી 4,876 રન બનાવ્યા છે. તેમણે ટેસ્ટમાં પોતાના નામે 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે અને તેમનો શ્રેષ્ઠ સ્કોર 224 રન છે.
350 વન-ડેમાં 297 ઇનિંગ્સમાં તેમણે 50.57ની એવરેજથી 10,773 રન બનાવ્યા છે. જેમાં તેમના નામે 10 સદી અને 73 અડધી સદી છે. વન-ડેમાં તેમનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 183 રન છે.
દૂનિયાના સર્વશ્રેષ્ઠ ફિનિશર ગણાતા ધોનીએ 98 T-20 મેચમાં 37.60ની એવરેજથી 1,617 રન બનાવ્યા છે. જેમાં તેમના નામની 2 અડધી સદી છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 56 રન છે.