કોલકતા: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, મારી કેપ્ટનશીપવાળી ટીમે 2002માં નેટવેસ્ટ સીરિઝમાં ઔતિહાસિક જીત મેળવી હતી. ભારતે 13 જુલાઈ 2002ના ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડે આપેલા 326 રનના સ્કોરને સફળતાપૂર્વક પાર કરી જીત મેળવી હતી.
આ મેચમાં મોહમ્મદ કૈફે અણનમ 87 અને યુવરાજ સિંહે 69 રન કર્યા હતાં. બંન્નેની ભાગેદારીથી ટીમને જીત અપાવી હતી. BCCIના અધ્યક્ષે ટેસ્ટના બેટ્સમેન મયંક અગ્રવાલ સાથે વાત કરતા કહ્યું કે, એ મારી શાનદાર ક્ષણ હતી. જ્યારે તમે આવી રીતે જીત મેળવો છો તો તમે ઉજવણી કરો છે. તે મહાન મેચમાંથી એક છે.
-
You asked, Dada answered :)#DadaOpensWithMayank https://t.co/q3Ehfg0AFP pic.twitter.com/a1FQW14Dl3
— BCCI (@BCCI) July 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">You asked, Dada answered :)#DadaOpensWithMayank https://t.co/q3Ehfg0AFP pic.twitter.com/a1FQW14Dl3
— BCCI (@BCCI) July 5, 2020You asked, Dada answered :)#DadaOpensWithMayank https://t.co/q3Ehfg0AFP pic.twitter.com/a1FQW14Dl3
— BCCI (@BCCI) July 5, 2020
ગાંગુલીને જ્યારે 2003 વર્લ્ડકપની ફાઈનલને લઈ સવાલ પુછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, વર્લ્ડકપ ફાઈનલનું અલગ જ સ્થાન છે. જ્યાં અમારી હાર થઈ હતી, પરંતુ નેટવેસ્ટ સિરીઝમાં અમે ઑસ્ટ્રેલિયાને હાર આપી હતી. બીસીસીઆઈ અધ્યક્ષે કહ્યું કે, વર્લ્ડકપ ફાઈનલ-2019માં રમાઈ હતી અને હું ત્યાં કૉમેન્ટી કરી રહ્યો હતો. તે ક્ષણ અવિશ્વસનીય હતી.
ગાંગુલીએ ભારત માટે 113 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેમણે 16 સદી અને 35 અર્ધશતકની સાથે 7212 રન કર્યા છે. તેમનો ઉચ્ચત્ત સ્કોર 239 રન છે. ભારત માટે 311 વનડે રમી છે. જેમાં 40.73ની સરેરાશ 11,363 રન કર્યા છે. સૌરવ ગાંગુલીનો વનડેમાં હાઈસ્કોર 183 રનનો છે.