ETV Bharat / sports

કોહલી-રિચર્ડ્સ એક સમાન, ક્રીઝ પર શાંત રાખવા મુશ્કેલઃ ગાવસ્કર - 1983ના વર્લ્ડકપની વર્ષગાંઠ

ભારતના પૂર્વ ક્રિકેટ કેપ્ટન સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલીની તુલના વિવિયન રિચર્ડ્સ સાથે કરી છે. આ અંગે ગાવસ્કરે કહ્યું કે, વિરાટને એટલા માટે નંબર વન બેટ્સમેન માનવામાં આવે છે, કારણ કે કોહલી મહાન ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સની જેમ બેટિંગ કરે છે.

Virat Kohli
ગાવસ્કરે કહ્યું- કોહલી-રિચર્ડ્સ એક સમાન, ક્રીઝ શાંત રાખવા મુશ્કેલ
author img

By

Published : Jun 24, 2020, 4:40 PM IST

મુંબઇ: ભારતના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન સુનીલ ગાવસ્કરે કહ્યું છે કે, વિરાટ કોહલી અને વેસ્ટ ઇન્ડિઝના વિવિયન રિચર્ડ્સમાં ઘણી સામ્યતા છે. બંનેની બેટિંગ શૈલી એક સમાન છે. આ બંને પાસે પોતાના હરીફોથી અલગ પ્રદર્શન કરવાની શૈલી છે.

ગાવસ્કરે રિચર્ડ્સ વિરૂદ્ધ રમેલા દિવસોને યાદ કરતાં કહ્યું કે, કોહલી પણ રિચર્ડ્સની જેમ જ બેટિંગ કરે છે. 25 જૂને ભારતે જીતેલ 1983ના વર્લ્ડકપની વર્ષગાંઠ નિમિત્તેની આ યાદ છે. 37 વર્ષ પહેલા ભારતીય ટીમે લોર્ડ્સના મેદાન પર મજબૂત વેસ્ટ ઇન્ડિઝને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. આ સંબંધિત એક કાર્યક્રમમાં ગાવસ્કરે કહ્યું હતું કે, "જ્યારે રિચર્ડ્સ ક્રીઝ પર હતો, ત્યારે એને શાંત રાખવો ખૂબ મુશ્કેલ હતો."

Virat Kohli bats exactly like Viv Richards, says Sunil Gavaskar
ગાવસ્કરે કહ્યું- કોહલી-રિચર્ડ્સ એક સમાન, ક્રીઝ શાંત રાખવા મુશ્કેલ

ગાવસ્કરે કહ્યું કે,'જ્યારે વિરાટ કોહલીને આજે બેટિંગ કરતા જોશો, ત્યારે સમજાય કે, રિચર્ડ્સ અને કોહલીમાં ઘણી સામ્યતા છે. જે બોલને રમવો, લાઇનમાં આવવું, પોતાના ઉપલા હાથનો ઉપયોગ કરે છે અને વધારાના કવરની ઉપર બાઉન્ડ્રી ફટકારવી અને નીચે મિડ ઓન અને મિડ-વિકેટમાં હાથના ઉપયોગથી બાઉન્ડ્રી ફટકારવી. જેથી જ વિરાટ કોહલી નંબર-1 ખેલાડી છે, વિરાટ રિચર્ડ્સની જેમ બેટિંગ કરે છે. અગાઉ ગુંડપ્પા વિશ્વનાથ, વીવીએસ લક્ષ્મણ પણ આ જ રીતે બેટિંગ કરતા હતા અને એ જ રીતે જુદા-જુદા શોટ્સ રમતા હતા.

મહત્વનું છે કે, ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી હાલ વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં સામેલ છે. જેમાં કોહલીના આંકડા બધુ કહી દે છે. હાલમાં વિરાટ કોહલી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 50ની એવરેજ ઉપરનો એકમાત્ર બેટ્સમેન છે. કોહલીએ 86 ટેસ્ટમાં 53.6ની એવરેજથી 7240 રન બનાવ્યાં છે. જેમાં કોહલીની 27 સદી અને 22 અડધી સદી સામેલ છે. આ જ રીતે 248 વનડેમાં 59.3ની એવરેજથી 11867 રન બનાવ્યા છે, જ્યારે ટી-20ની 82 મેચમાં 2794 રન બનાવ્યાં છે. જેમાં 25 અર્ધસતક સામેલ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.