તિરૂવનંતપુરમઃ ભારતના પૂર્વ તેજ બૉલર એસ. શ્રીસંતને આગામી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી 20 ટૂર્નામેન્ટ માટે કેરળના 26 ખેલાડીઓના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે, જે લાંબા સમય બાદ પ્રતિસ્પર્ધી ક્રિકેટમાં વાપસીની નજીક પહોંચ્યા છે.
IPL માં મૅચ ફ્કિસિંગને કારણે શ્રીસંત પર પ્રતિબંધ હતો
શ્રીસંતને આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ) માં મૅચ ફિક્સિંગ કેસમાં ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઇ) પ્રતિબંધિત કર્યા હતા. કેરળની મંગળવારે જાહેર થયેલી સંભવિત સૂચિમાં 37 વર્ષીય આ ખેલાડી ઉપરાંત સંજૂ સેમસન, સચિન બેબી, જલજ સક્સેના, રોબિન ઉથપ્પા અને બાસિલ થમ્પી જેવા અનુભવી ખેલાડી છે.
શ્રીસંતને કેરળના સંભવિત ખેલાડીઓમાં મળી જગ્યા
શ્રીસંતનો પ્રતિબંધ આ વર્ષે સપ્ટેમ્બરમાં ખતમ થયો છે. સૂત્રો અનુસાર તે 20 થી 30 ડિસેમ્બર સુધી યોજાનારી ટીમ શિબિરમાં ભાગ લેશે. આ પહેલા તે કેરળ ક્રિકેટ સંઘ દ્વારા આયોજિત ટી 20 શ્રૃંખલામાં એક ટીમ માટે પસંદ થયા છે.
તેમણે છેલ્લીવાર ભારતીય ટીમનું 2011 માં પ્રતિનિધિત્વ કર્યું હતું. તે 2007 માં ટી 20 વિશ્વ કપ અને 2011 માં એક દિવસીય વિશ્વ કપ જીતનારી ભારતીય ટીમનો ભાગ રહ્યા છે.
કોવિડ 19 મહામારીને કારણે આ ઘરેલૂ ટી-20 ટૂર્નામેન્ટનું આયોજન મોડું થઇ રહ્યું છે. આ 2020-21 સત્રના બીસીસીઆઇનું પહેલી ઘરેલૂ ટૂર્નામેન્ટ હશે.
સંભવિત ખેલાડીઓનું લિસ્ટ
- રોવિન ઉથપ્પા
- જલજ સક્સેના
- સંજૂ સેમસન
- વિષ્ણુ વિનોદ
- રાહુલ પી
- મોહમ્મદ અઝરૂદ્દીન
- રોહન કુન્નુમેલ
- સચિન બેબી
- સલમાન નિઝાર
- બાસિલ થમ્પી
- એસ શ્રીસંત
- એમડી નિધેશ
- કેએમ આસિફ
- બાસિલ એનપી
- અક્ષય ચંદ્રન
- સિજોમોન જોસેફ
- મિધુન એસ
- અભિષેક મોહન
- વત્સલ ગોવિંદ
- આનંદ જોસેફ
- વીનોપ મનોહરન
- મિથુન પીકે
- સરીરુપ
- અક્ષય કેસી
- રોજિથ
- અરુણ એમ.