આ કાર્યક્રમમાં ગાંગુલીએ કહ્યું કે, પ્રથમ વન-ડે સુપર સીરિઝ 2021થી શરુ થશે. આ આયોજન ભારતમાં થશે. BCCI અધ્યક્ષ સચિવ જય શાહ અને ખજાનચી અરુણ સિંહે ધૂમલે સાથે લંડન પ્રવાસે હતા. તેમણે ઈગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના અધિકારીઓ સાથે વાત કરી હતી. આ મીટિંગ વિશે ગાંગુલીએ કહ્યું કે, ઈસીબી સાથે સારા સબંધ છે અને મીટિંગ ખુબ સારી રહી હતી.
આપને જણાવ્યે કે, ICCના નિયમો અનુસાર કોઈ પણ ક્રિકેટ બોર્ડ કોઈ પણ સીરિઝમાં ત્રણથી વધુ દેશોને સામેલ કરી શકતા નથી. આ સીરિઝમાં કુલ 4 દેશો ભાગ લેવાની વાત થઈ રહી છે. જે ICCના નિયમો વિરુદ્ધ હશે. હાલમાં ICCએ હજુ સુધી આ મુદ્દા પર પ્રતિક્રિયા આપી નથી.
વર્ષ 2021ના કૈલેન્ડરની વાત કરવામાં આવે તો ખુબ વ્યસ્ત રહેનાર છે. જૂન 2021માં વર્તમાનમાં ચાલી રહેલી ICC ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ લૉર્ડસમાં રમાશે. ત્યારબાદ ભારતમાં ઓક્ટોમ્બર-નવેમ્બરમાં ભારત 2021 T-20 વર્લ્ડ કપનું આયોજન કરશે. વ્યસ્ત કેલેન્ડર હોવાના કારણે ICC 4 દેશોની સુપર સીરિઝનું આયોજન લઈ સવાલ ઉભા કરી શકે છે.