ICCએ ગત વર્ષમાં મંધાનાને વર્ષની સૌથી શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર અને વર્ષની સૌથીશ્રેષ્ઠ વનડે બેસ્ટમેનનો પુરસ્કાર આપ્યો હતો. ઉપકેપ્ટનનું માનવુ છે કે, 2017માં ઈંગ્લેન્ડમાં થયેલ વિશ્વકપમાં ભારત ફાઈનલ સુધી પહોંચવું મહિલા ક્રિકેટનો સૌથી સારો સમય રહ્યો છે.
તેમણે કહ્યું કે, "એક મહિલા ક્રિકેટર માટે સૌથી સારો સમય છે. બે વર્ષ પહેલા જ્યારે ત્યાં એક નાનું ટેલીવિઝન કવરેજ હતું અને અમારી પાસે સારા કરાર ન હતા. પરંતુ 2017 વિશ્વ કપ પછી સ્થિતિમાં બદલાવ આવ્યો છે. ઘણી યુવતીઓ ક્રિકેટના એક વ્યવસાયિક તરીકે લઈ રહી છે અને યુવા ખેલાડીઓ માટે પોતાની પ્રતિભા બતાવવા IPL એક સારૂ સ્ટેજ હશે."
મંધાનાનું માનવું છે કે, વિશ્વકપ જીતવાથી મહિલા ક્રિકેટને ઘણું પ્રોત્સાહન મળ્યું અને એટલા માટે તેના પર પોતાનું ધ્યાન આપે છે. તેમણે કહ્યું કે, "અમે હાલ સુધી વિશ્વ કપ નથી જીત્યો. ઘણી ટીમોનું ધ્યાન હવે વિશ્વ કપ જીતવા પર છે."
મંધાનાએ કહ્યું કે, “અમે ડાયના (એડુલજી), ઝુલન ગોસ્વામી, મિતાલી રાજ દી અને હૈરી ડી (હરમનપ્રીત) જેવી દિગ્ગજોની મહેનતનો લાભ લઈ રહ્યા છીએ. હું સૂરખીઓમાં રહેવાનું વિચારતી નથી કારણ કે, તે તમારા પર અનિયંત્રિત દબાણ મૂકે છે. મારુ કામ છે કે, મેદાન પર ઉતરૂ અને ટીમ માટે રન બનાવી શકું.”
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, “જે ગતિથી મહિલા ક્રિકેટ ભારતમાં આગળ વધી રહી છે, હું તેનાથી સંતુષ્ટ છું. તમે IPLમાં મહિલાઓની સફળતા જોઈ શકો છો. ફાઇનલમાં 15000 દર્શકો મેચ જોવા આવ્યા હતા અને એક મહિલા ક્રિકેટર બનવા પર મને ગર્વ અનુભવું છું."