નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચોથી T-20 મેચમાં શાનદાર બોલિંગની કરી હતી, જે મેચમાં સુપરઓવર રમવામાં આવી હતી. સુપરઓવરમાં કિવીઓને હરાવીને ભારતે શ્રેણીમાં 4-0થી અજેય લીડ મેળવી લીધી છે.
આ બાદ પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગે આ શ્રેણીમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ ન બની શકનારા યુવા વિકેટકીપર તથા બેટ્સમેન રિષભ પંતને સામેલ ન કરવા બદલ ટીમ મેનેજમેન્ટ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
![Sehwag questioned if Rishabh Pant is a match-winner, then why is out of the team?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5919565_sew1.jpg)
સેહવાગે પંતની તરફેણમાં કહ્યું, રિષભ પંતને પ્લેઈંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવતો નથી, તો તે કેવી રીતે રન બનાવશે? જો તમે સચિન તેંડુલકરને બેંચ પર બેસાડી રાખો, તો તે પણ સ્કોર કરી શકશે નહીં. તમને લાગે કે રિષભ પંત મેચ વિનર છે, તો તમે તેની પસંદગી કેમ કરતા નથી? કેમ કે, તે અનિયમિત છે.
![Sehwag questioned if Rishabh Pant is a match-winner, then why is out of the team?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5919565_sew3.jpg)
સહેવાગે વધુમાં જણાવ્યું કે, જ્યારે મહેન્દ્રસિંહ ધોનીએ ઑસ્ટ્રેલિયામાં કહ્યું હતું કે, અમારા ટોચના ત્રણ ફિલ્ડર ધીમા છે. આ બાબતે અમારી સાથે ચર્ચા કરવામાં આવી નથી. મીડિયા તરફથી અમને આ બાબતે જાણકારી મળી હતી. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું કે, અમે ધીમા ફિલ્ડરો છીએ, પરંતુ ટીમ મીટિંગમાં અમને આ વાત કહેવામાં આવી ન હતી. ટીમ મીટિંગમાં ચર્ચા થતી હતી કે, રોહિત શર્માને એક તક આપવી પડશે, જે એક નવો બેટ્સમેન છે. તેથી જ આપણે રોટેશન નીતિ અપનાવવી પડશે. જો હવે એવું જ થઈ રહ્યું છે, તો તે ખોટી બાબત છે.
![Sehwag questioned if Rishabh Pant is a match-winner, then why is out of the team?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5919565_sew2.jpg)