- 31 માર્ચે માસ્ટર બ્લાસ્ટરે બનાવ્યો હતો રેકોર્ડ
- વન ડે ફોર્મેટમાં બનાવ્યા હતા 10,000 રન
- ક્રિકેટના તમામ ફોર્મેટમાં 34,357 રન બનાવ્યા છે
નવી દિલ્હી: આજના દિવસે એટલે કે 31 માર્ચે, 20 વર્ષ પહેલા તેંડુલકર પહેલા ક્રિકેટર બન્યા હતાં જેમણે વનડે ક્રિકેટમાં 10,000 રન બનાવ્યા હતાં. સચિને આ સિદ્ધી ઇન્દોરના નહેરુ સ્ટેડિયમમાં મેળવી હતી. ઑસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝની ત્રીજી મેચમાં કે જ્યારે સચિન પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં હતાં ત્યારે વી.વી.એસ લક્ષ્મણ સાથે આ સિદ્ધી મેળવી હતી.
ભારતે 118 રનથી મેચ જીતી હતી
બન્ને ક્રિકેટર્સની પાર્ટનશિપ 199 રનની હતી જેમાં સચિને પોતાની સદી પૂરી કરી હતી અને તેની સાથે જે માસ્ટર બ્લાસ્ટરે પોતાના 10,000 રન પણ પૂરા કર્યા હતાં. આ મેચ દરમ્યાન 50 ઓવરના ફોર્મેટમાં સચિને 259મી ઇનિંગ રમી હતી. માસ્ટર બ્લાસ્ટરે પોતાની ઇનિંગમાં 139 રન બનાવ્યા હતા, જ્યારે ભારતીય ટીમે 50 ઓવરમાં 299 રન આઠ વિકેટ ગુમાવીને બનાવ્યા હતાં. જ્યારે બોલિંગની વાત કરીએ તો અજીત અગરકર અને હરભજન સિંહે 3 - 3 વિકેટ લઇને ઑસ્ટ્રેલિયાની ટીમને 181 રનમાં જ સમેટી લીધી હતી અને ભારતીય ટીમે આ મેચ 118 રનથી જીતી લીધી હતી.
વધુ વાંચો: વેક્સિનેશન બાદ ભાજપ નેતા પરેશ રાવલ કોરોના સંક્રમિત, ક્રિકેટર સચિન તેંડુલકર પણ ઝપેટમાં
સચિને તમામ ફોર્મેટમાં બનાવ્યા 34,357 રન
તેંડુલકરે ક્રિકેટના તમામ ફોર્મેટમાં કુલ 34,357 રન બનાવ્યા છે. જેમાંથી 6,000 રન શ્રીલંકાના ક્રિકેટર કુમાર સંગાકારા સામે બનાવ્યા છે. ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકેનો રેકોર્ડ ધરાવતા સચિન તેંડુલકરે વન ડેમાં 18,426 રન બનાવ્યા છે જ્યારે ટેસ્ટ મેચમાં 15,921 રન બનાવ્યા છે. માસ્ટર બ્લાસ્ટરે પોતાનાની કારકિર્દીમાં વન ડેમાં 51 સદી ફટકારી છે. સચિને 16 નવેમ્બર, 2013ના રોજ 200મી ટેસ્ટ મેચ રમીને ટેસ્ટ મેચ રમીને ટેસ્ટમેચ કારકિર્દીને અલવિદા કહી હતી.