ચેન્નઈમાં શનિવારના રોજ વરસાદ થયો હતો જેના કારણે બન્ને ટીમની નજર વાતાવરણ પર પણ છે. યજમાન ટીમને ફાસ્ટ બોલર ભુવનેશ્વર અને ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનની ઉણપ વર્તાશે. ભુવનેશ્વરને ગ્રોઇનમાં ઈજા થઈ છે, જ્યારે ધવન સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ટૂર્નામેન્ટ દરમિયાન થયેલી ઈજામાંથી બહાર આવ્યો નથી.
આ બાબતને લઈને રોહિત અને રાહુલ ઓપનિંગ કરી શકે છે. રોહિત સારા ફોર્મમાં છે જ્યારે રાહુલે પણ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ T-20 સીરિઝમાં શાનદાર પર્ફોમન્સ કર્યું છે.
જ્યારે રન મશીન એવા વિરાટ કોહલી પણ હાલ શાનદાર ફોર્મમાં છે. તેમજ શ્રેયસ અય્યર નંબર 4 પર રમી શકે છે અને કોહલી નંબર 3 પર ઉતરી શકે છે. આ સિવાય રીષભ પંતને પણ પોતાની જાતને સાબિત કરવાની તક છે.
પ્રથમ વનડે શિવમ દૂબે ભારતીય ટીમમાં દેખાઈ શકે છે.જ્યારે નંબર 6 પર જાધવ બેટિંગ કરી શકે છે. ટીમ ઈન્ડિયા માટે કેદાર જાધવ એક વધારાના સ્પિન બોલરનો વિકલ્પ પણ આપે છે.
શિવમ દૂબેએ ટી20માં સારુ પ્રદર્શન કર્યુ છે. જેના કારણે તેઓને વનડેમાં પણ ડેબ્યુની તક મળી શકે છે.
તો બીજી તરફ રવિન્દ્ર જાડેજા બેટિંગ અને બોલિંગ બંનેમાં ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થઈ શકે છે. તો યુજવેન્દ્ર ચહલ સ્પિન ડિપાર્ટમેન્ટમાં જાડેજાને ટેકો આપી શકે છે.
સંભવિત ટીમ:
ભારત: રોહિત શર્મા, કે.એલ.રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, રીષભ પંત (વિકેટ કીપર), કેદાર જાધવ, શિવમ દૂબે, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, દીપક ચહર, મોહમ્મદ શમી