ETV Bharat / sports

વિશ્વના સૌથી સારા સ્ટેડિયમમાંથી એક મોટેરા સ્ટેડિયમ છેઃ કેન્દ્રિય પ્રધાન કિરણ રિજિજૂ

મોટેરા સ્ટેડિયમ ભારત અને ઇંગ્લેનડ વચ્ચે યોજાનારી ડે-નાઈટ ટેસ્ટ મેચનું હોસ્ટિંગ કરશે, જે આજથી શરૂ થઈ રહી છે. મેચ શરૂ થવા પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રિય રમતગમત પ્રધાન કિરણ રિજિજૂએ આ અંગે કહ્યું કે, મને ખૂબ જ ગર્વ છે કે આપણા દેશમાં આવું સ્ટેડિયમ છે. હું આ સ્ટેડિયમની પરિકલ્પના કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું. આ સ્ટેડિયમ માત્ર સૌથી મોટું સ્ટેડિયમ જ નહીં, પરંતુ આ વિશ્વના સૌથી સારા સ્ટેડિયમમાંથી એક છે.

વિશ્વના સૌથી સારા સ્ટેડિયમમાંનું એક મોટેરા સ્ટેડિયમ છેઃ કેન્દ્રિય પ્રધાન કિરણ રિજિજૂ

author img

By

Published : Feb 24, 2021, 12:29 PM IST

  • કેન્દ્રિય પ્રધાન કિરણ રિજિજૂએ મોટેરા સ્ટેડિયમના કર્યા વખાણ
  • કેન્દ્રિય પ્રધાને બીસીસીઆઈના સચિવ સાથે મોટેરા સ્ટેડિયમની લીધી મુલાકાત
  • કેન્દ્રિય પ્રધાને સ્ટેડિયમની સુવિધાઓ અંગે કરી સમીક્ષા

અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે યોજાનારી મેચના એક દિવસ પહેલા કેન્દ્રિય પ્રધાન કિરણ રિજિજૂએ બીસીસીઆઈના સચિવ જય શાહ સાથે વિશ્વ સ્તરીય સુવિધાઓ અંગે સમીક્ષા કરવા માટે સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. કિરણ રિજિજૂએ જણાવ્યું હતું કે, હું મોટેરા સ્ટેડિયમ જોવા ગયો. મેં દરેક વસ્તુને સમજવાનો પ્રયત્નો કર્યો. પછી ભલે એ આકાર, ડિઝાઈન કે સંરચના હોય. હું કહું છું કે મોટેરા સ્ટેડિયમ જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ જ નહીં, પરંતુ વિશ્વનું સૌથી સર્વશ્રેષ્ઠ સ્ટેડિયમ છે. અહીં દર્શકો અને ખેલાડીઓ માટે ઉચ્ચ સ્તરની સુવિધા હશે.

'કોઈ પણ સ્ટેડિયમ અથવા સુવિધા રાજસ્વ યોજના વિના સફળ ન થઈ શકે'

કિરણ રિજિજૂએ વધુમાં ઉમેર્યું કે, કોઈ પણ સ્ટેડિયમ અથવા સુવિધા રાજસ્વ યોજના વિના સફળ ન થઈ શકે. મે મોટેરા સ્ટેડિયમ માટે રાજસ્વ યોજના વિશે સંક્ષિપ્તમાં સાંભળ્યું છે. બીસીસીઆઈના સચિવ જય શાહે મને આ અંગે માહિતી આપી છે. તેમની પાસે વ્યવસાયિક સફળતા માટે એક વ્યવહાર્ય મોડલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.