નવી દિલ્હી : ભારતીય ટીમના પૂર્વ ખેલાડી મદન લાલે કહ્યું કે IPL 13મી સિઝનને લઇને નિર્ણય થઇ શકે છે. જ્યારે કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં આવી જાય.
IPL 13મી સિઝનની શરૂઆત 29 માર્ચના રોજ થવાની હતી, પરંતુ કોરોનાવાઇટરસના કારણે 15 એપ્રિલ સુધી રદ કરી છે.
આ સમયે કોવિડ-19ના કારણે જે સ્થિતિ છે તેને જોતા એ કહેવું મુશ્કેલ છે કે, આ IPL થઇ શકે.
મદનલાલે પ્રાઇવેટ એજન્સીને જણાવ્યું કે, ' એક વાર કોરોના વાઇરસ જો જતો રહે તો ક્રિકેટ થઇ શકે છે. કારણ કે આ પ્રસિદ્ધ રમત છે. જેને જોવી તમામ લોકો પસંદ કરશે. મદન લાલે આ સાથે કહ્યું કે દર્શકો વિના IPL થાય તે વાતનો કોઇ મતલબ નથી.
1983નો વર્લ્ડ કપ જીતનારી ટીમના સભ્યએ કહ્યું કે, ' ખાલી સ્ટેડિયમાં IPL રમાડવી કોઇ મતલબ નથી. તે માત્ર ખેલાડીઓ અને પ્રેક્ષકો માટેની વાત નથી. આ એ લોકોની વાત છે જે પ્રસારણ માટે સફર કરતા હોય.
તેઓએ વધુમાં કહ્યું કે, ' એકવાર જો સ્થિતિ સુધરી જાય તો સીરીઝ રમાઇ શકે છે અને BCCI પસાર કરેલો સમય પણ કવર કરી શકે છે.