ETV Bharat / sports

મિતાલી રાજે રચ્યો ઇતિહાસ, 7000 વનડે રન બનાવનારા પ્રથમ મહિલા ક્રિકેટર બન્યા - મિતાલી રાજનો રેકોર્ડ

દક્ષિણ આફ્રિકા સામે ચોથી વનડેમાં મિતાલી રાજે તેમની વનડે કારકિર્દીના 7000 રન પૂરા કર્યા હતા. તેઓ 7000 વનડે રન બનાવનારા પ્રથમ મહિલા ક્રિકેટર બન્યા છે.

મિતાલી રાજે રચ્યો ઇતિહાસ, 7000 વનડે રન બનાવનારા પ્રથમ મહિલા ક્રિકેટર બન્યા

author img

By

Published : Mar 14, 2021, 4:17 PM IST

  • ભારતીય મહિલા વનડે ક્રિકેટ ટીમના કપ્તાન મિતાલી રાજે રચ્યો ઇતિહાસ
  • વનડે ફોર્મેટમાં 7000 રન બનાવનારા પ્રથમ મહિલા ક્રિકેટર બન્યા
  • 10,000થી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનારા વિશ્વના બીજા મહિલા ક્રિકેટર

લખનઉ: ભારતીય મહિલા વનડે ક્રિકેટ ટીમના કપ્તાન મિતાલી રાજે રવિવારે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. તેઓ વનડે ફોર્મેટમાં 7000 રન બનાવનારા પ્રથમ મહિલા ક્રિકેટર બન્યા છે. તેમણે દક્ષિણ આફ્રિકા સામેની ચોથી વનડેમાં આ રેકોર્ડ બનાવ્યો છે. આ મેચ પહેલા તેમણે 6974 વનડે રન બનાવ્યા હતા. પરંતુ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ આવતા 26 રન બનાવીને તેમણે આ ઇતિહાસ રચ્યો હતો.

આ પણ વાંચો: COVID-19ની લડતમાં ભારતીય મહિલા ક્રિકેટરો પણ જોડાઈ, કેપ્ટન મિતાલીએ આપ્યા 10 લાખ

45 રનની ઇનિંગ્સમાં 4 ચોગ્ગા ફટકાર્યા

મિતાલીએ 71 બોલમાં 45 રન ફટકાર્યા હતા અને બોલર તુમી સેખુખુને દ્વારા આઉટ થયા હતા. તેમણે પોતાની ઇનિંગ્સમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. શુક્રવારે તેઓ 10,000થી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનારા વિશ્વના બીજા અને ભારતના પ્રથમ મહિલા ખેલાડી બન્યા હતા. વનડે ઉપરાંત તેમણે 10 ટેસ્ટ મેચોમાં 51ની એવરેજથી 663 રન બનાવ્યા છે. તેમનો શ્રેષ્ઠ સ્કોર 214 રન રહ્યો છે. ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેમણે 89 મેચોમાં 37.52 ની એવરેજથી 2364 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: સાડી પહેરીને ક્રિકેટ રમતી મિતાલી, જુઓ વીડિયો

BCCI દ્વારા પાઠવવામાં આવ્યા અભિનંદન

BCCIએ પણ એક ટ્વીટ દ્વારા મિતાલી રાજને અભિનંદન પાઠવ્યા હતા. ટ્વીટમાં લખ્યું હતું કે, 'ફેન્ટાસ્ટિક મિતાલી. ભારતીય ટીમના વનડે કેપ્ટન 7000 વનડે રન બનાવનારા પ્રથમ મહિલા ક્રિકેટર બન્યા છે.'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.