બુમરાહે ટ્વિટ કરીને કહ્યું કે, તમારી સાથે અને તમારા વિરુદ્ધ રમીને ખુબ ગર્વ મહેસૂસ થયો લેજેન્ડ.
શ્રીલંકાની ટીમ મલિંગાને જીતની સાથે વિદાઈ ન કરી શક્યા. ભારતે શ્રીલંકાને સીઝનની અંતિમ મેચમાં 7 વિકેટે કારમી હાર મળી હતી. મલિંગા તેમની અંતિમ મેચંમાં 10 ઓવરમાં 82 રન આપી માત્ર 1 વિકેટ ઝડપી હતી.
બુમરાહ 2013માં મુંબઈ ઈન્ડિયન્સમાં પ્રથમ વખત મલિંગાને મળ્યો હતો. ત્યારથી બંને મિત્રો બન્યા હતા. બુમરાહે યૉર્કર અને સ્લોઅર બોલિગની કળા મલિંગા પાસેથી શીખી છે.