કિંગ્સ ઈલેવન પંજાબે 14 ફેબ્રુઆરી 2019માં પુલવામા આંતકી હુમલામાં શહીદ થયેલા પંજાબ અને હિમાચલ પ્રદેશના પાંચ જવાનોના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયાની સહાય કરી છે.
ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરી 2019માં જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં CRPFના કાફલા પર થયેલા આતંકી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. જેમાં પાંચ જવાન હિમાચલ અને પંજાબના હતા. કિગ્સ ઈલેવન પંજાબે અશ્વિન અને વી.કે કૌંદલની હાજરીમાં શહીદ થયેલા જવાન જયમલ સિંહ, સુખજિંદર સિંહ, મનિંદર સિંહ, કુલવિંદર, સિંહ, અને તિલક રાજના પરિવારોને ચેક આપ્યા હતા.