નવી દિલ્હીઃ BCCIએ જાહેરાત કરી છે કે, મહિલા T-20 ચેલેન્જના ત્રીજા તબક્કામાં મેજબાની જયપુર કરશે. જેમાં એક વધારાની ટીમ સામેલ થશે.
BCCIના સચિવ જય શાહે જણાવ્યું કે, મહિલાની રમતને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાના ભાગ રૂપે BCCIને 2020ની મહિલા T-20 ચેલેન્જની જાહેરાત કરવામાં ખુશી મળી રહીં છે.
તેમણે કહ્યું કે, આ તબક્કામાં ટૂર્નામેન્ટમાં ચોથી ટીમને જોડવામાં આવશે. જેથી 2020 સત્રમાં કુલ 7 મૅચ હશે. જેને સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં IPL પ્લેઑફના અઠવાડીયામાં રમાડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, 2018માં આ ટૂર્નામૅન્ટની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ માત્ર 1 મૅચ રમાડવામાં આતી હતી. 2019માં 3 ટીમોની ટૂર્નામૅન્ટ કરવામાં આવી હતી. જેમાં, વેલોસિટી, ટ્રેલબ્લેજર્સ અને સુપરનોવાસ નામની ટીમે ભાગ લીધો હતો.
ગત વર્ષે 3 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર, મિતાલી રાજ અને સ્મૃતિ મંધાના હતી. ગત વર્ષે ફાઈનલમાં સુપરનોવાએ વેલોસિટીને 4 વિકેટે માત આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)નું 13મુ સીઝન 29 માર્ચથી 24 મે સુધીનું છે. ટૂર્નામૅન્ટનો પ્રથમ મૅચ મુંબઈ અને ચેન્નઈ વચ્ચે રમવામાં આવશે.