ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને અભિનેત્રી પત્નિ સાગરિકા ઘાટગે સાથે દિવાળીની ઉજવણી કરી હતી. જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પરંતુ આ તસવીર શેર કર્યા બાદ તેને ટીકાભરી કમેન્ટ્સનો સામનો કરવો પડ્યો હતો. આ વાત એમના કેટલાક ચાહકોને પસંદ ન આવી કે, તે હિંદૂ નથી છતા દિવાળીની ઉજવણી કરી.
સાગરિકા સાથે શેર કરેલી તસવીર વધારે ઝડપથી વાઈરલ થઈ હતી. સોશિયલ મીડિયાના યુઝર્સે આ ફોટો પર ઝહીરને અલ્લાહથી ડરવાનું કહ્યુ અને ધમકી પણ આપી હતી. એટલું જ નહિ કેટલાક ચાહકોએ એમ પણ કહ્યુ કે, ક્રિકેટરના નામ પર ફતવો જાહેર કરવો જોઈએ.