ETV Bharat / sports

IND vs WI: ભારતનો 6 વિકેટે 'વિરાટ' વિજય, કોહલીના 94*

હૈદરાબાદ: પ્રથમ T-20 ભારતે વસ્ટે ઈન્ડિઝને 6 વિકેટ હરાવ્યું છે. વિરાટ કોહલીએ અણનમ 94 રન ફટકાર્યા છે. 207 રનનું ટાર્ગેટ ભારતે 18 ઓવરમાં પુરુ કર્યો છે. રાહુલે શાનદાર 62 રન બનાવ્યા હતા.

kohli
ભારતનો 6 વિકેટે 'વિરાટ' વિજય, કોહલીના 94*
author img

By

Published : Dec 6, 2019, 3:50 PM IST

Updated : Dec 6, 2019, 10:57 PM IST

વસ્ટે ઈન્ડિઝ પ્રથમ બેટિંગ કરતા 207 રન બનાવ્યા હતા.

ભારતનો 6 વિકેટે 'વિરાટ' વિજય, કોહલીના 94*

વર્લ્ડ ટી-20 રેન્કિંગમાં પાંચમું સ્થાન ધરાવતી ટીમ ઈન્ડિયાએ આ વર્ષે ઓગસ્ટ મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન રમતની ત્રણેય ફોર્મેટમાં યજમાન ટીમનો વ્હાઈટ વોશ કર્યો હતો. જો કે, ભારતીય ટીમ ગત મહિને બાંગ્લાદેશ સામે રમાયેલી T-20 સીરિઝમાં રોહિત શર્માની કપ્તાનીમાં દબાણમાં જોવા મળી હતી. ભારતનો પ્રથમ વખત ટી-20માં બાંગ્લાદેશ સામે એક મેચમાં પરાજય થયો હતો.

ભારતીય ખેલાડી
ભારતીય ખેલાડી
  • ભારતીય ટોપ ઓર્ડર છે શ્રેષ્ઠ ફોર્મમાં

આ સીરિઝમાં નિયમિત કેપ્ટન વિરાટ કોહલી ટીમમાં પરત ફરતાં ટીમના ટોપ ઓર્ડરને વધુ મજબૂતી મળી છે. ઉપરાંત રોહિત શર્મા, લોકેશ રાહુલ અને શ્રેયસ અય્યર પણ એવા બેટ્સમેન છે, જે કોઈ પણ બોલિંગ આક્રમણને તોડી પાડવા સક્ષમ છે. ખાસ કરીને એવા સમયે જ્યારે આ પ્રવાસ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ પાસે અનુભવી બોલર્સ ઓછા છે.

ભારતીય ખેલાડી
ભારતીય ખેલાડી
  • શમી અને ભુવનેશ્વર ટીમમાં પરત ફર્યાં

બેટિંગ ઉપરાંત બોલિંગ પણ ટીમ ઈન્ડિયાનું જમા પાસું છે. અનુભવી ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી ટીમમાં પરત ફરતાં ભારતની બોલિંગ વધુ ધારદાર બની છે. બન્ને અનુભવી ખેલાડીઓને દીપક ચહર અને શિવમ દુબેનો પણ પુરતો સાથ મળશે. જેમણે બાંગ્લાદેશ સામેની ટી-20 સીરીઝમાં મળેલી તકનો યોગ્ય લાભ લીધો હતો.

વેસ્ટઈન્ડિઝ ખેલાડી
વેસ્ટઈન્ડિઝ ખેલાડી

મહેમાન ટીમ ભારતીય પેસ આક્રમણનો તોડ શોધી કાઢે તો પણ કેરેબિયાઈ બેટ્સમેનને રોકવા ભારત પાસે યુઝવેન્દ્ર ચહલ, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ જેવા ખેલાડીઓ છે.

  • કેરેબિયન ટીમનો હાલનો ટી-20 રેકોર્ડ સારો નથી

બીજી તરફ વર્લ્ડ ટી-20 રેન્કિંગમાં 10મા ક્રમે રહેલી અને વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે જીતથી શરુઆત કરવી હશે તો તેમણે ઉચ્ચ કક્ષાની રમત બતાવવી પડશે. કેરેબિયન ટીમનો તાજેતરનો ટી-20 રેકોર્ડ સારો નથી અને ટીમને છેલ્લી 6 ટી-20 મેચોમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. વેસ્ટ ઇન્ડિઝે તાજેતરમાં લખનૌમાં રમાયેલી અફઘાનિસ્તાન સામેની સીરીઝ પણ 1-2થી ગુમાવવી પડી હતી.

  • ટી-20 વિશ્વકપ પહેલાં તૈયારી માટે મહત્વની શ્રેણી

કેરન પોલાર્ડની કપ્તાનીવાળી વિન્ડિઝ ટીમ અફઘાનિસ્તાનની ઘાતક બોલિંગ સામે પણ નબળી જણાઈ હતી. હવે કેરેબિયન બેટ્સમેનોએ ભારતની વિશ્વ કક્ષાની બોલિંગ સામે ટકી રહેવા ટીમવર્ક બતાવવું પડશે. ભારત માટે આ સિરીઝ આગામી વર્ષે યોજાનારા ટી-20 વિશ્વકપ પહેલાં તૈયારીના ભાગ રુપે જોવામાં આવી રહી છે.

આગામી વર્ષે ઓક્ટોબર મહિનામાં યોજાનારા ટી-20 વિશ્વકપ પહેલાં ભારતને હવે ઘણી ઓછી મેચ રમવા મળશે જેથી ટીમ ઈન્ડિયા તેની નબળાઈ પર કાબુ મેળવવા પ્રયાસ કરશે.

  • ભારતીય ટીમ:

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, લોકેશ રાહુલ, સંજુ સેમસન, ઋષભ પંત (વિકેટકીપર), મનીષ પાંડે, શ્રેયસ અય્યર, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી.

  • વેસ્ટઈન્ડિઝ ટીમ:

કેરન પોલાર્ડ (કેપ્ટન), ફેબિયન એલન, શેલ્ડન કોટરેલ, શિમરન હિટમાયેર, જેસન હોલ્ડર, બ્રેન્ડન કિંગ, ઈવિન લુઈસ, કીમો પોલ, નિકોલસ પૂરન, ખારી પીઅર, દિનેશ રામદિન, શેર્ફાન રુધરફોર્ડ, લેન્ડલ સિમન્સ, હેડન વોલ્શ જૂનિયર, કિસરિક વિલિયમ્સ.

Intro:Body:

cricket

Conclusion:
Last Updated : Dec 6, 2019, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.