ન્યુઝ ડેસ્ક : ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર જોવા ક્રિકેટપ્રમીઓ ઉત્સાહિત હોય છે. આઈસીસી અંડર19 વર્લ્ડકપની ક્વાટર ફાઈનલમાં પ્રિયમ ગર્ગની આગેવાનીમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 74 રનથી હરાવી અંડર19 વર્લ્ડકપની સેમેફાઈનલમાં જગ્યા બનાવી છે, તો નઝીરની કપ્તાનીમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને છ વિકેટે હરાવી અંતિમ ચારમાં પ્રવેશ મેળવ્યો છે.
અંડર19 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલમાં ભારત અને પાકિસ્તાનની ટીમ એક બીજા વિરુદ્ધ મેદાનમાં ટકરાશે. જો કે, ભારત અંડર-19 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ચારવાર જીત્યું છે. ભારતીય ટીમે અત્યાર સુધી શ્રીલંકા, જાપાન, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો છે. ભારતીય અંડર-19 ટીમ અને પાકિસ્તાની અંડર-19 ટીમ વચ્ચે પ્રથમ સેમિફાઈનલ મેચ રમવામાં આવશે. આ મેચ જે પણ ટીમ જીતશે તે અંડર-19ના ખીતાબ તરફ આગળ વધશે. આ મેચનું જીવંત પ્રસારણ બપોરે 1:30 વાગે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે.
ભારતની અંડર-19 ટીમઃ
પ્રિયમ ગર્ગ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, દિવ્યાંશ સક્સેના, તિલક વર્મા, ધ્રુવ જુરેલ, સિદ્ધેશ વીર, અથર્વ અંકોલેકર, રવિ બિશ્નોઇ, સુશાંત મિશ્રા, કાર્તિક ત્યાગી, આકાશ સિંહ, વિદ્યાધર પાટિલ, શૃભાંગ હેગડે, શાશ્વત રાવત, કુમાર કુશગ્રા.
પાકિસ્તાન અંડર-19 ટીમ:
રોહેલ નઝીર (કેપ્ટન) ,આમિર અલી, અબ્બાસ અફ્રિદી, અબ્દુલ બંગલઝઇ, આરીશ અલી ખાન, ફહદ મુનીર, હૈદર અલી, ઇરફાન ખાન, મોહમ્મદ આમિર ખાન, મોહમ્મદ હૈરિસ, મોહમ્મદ હુરૈરા, મોહમ્મદ શહઝાદ, કાસિમ અકરમ, તાહિર હુસેન.