હૈદરાબાદ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ 21 ફેબ્રુઆરીથી વેલિંગ્ટનમાં રમાશે. જે માટે ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં સ્ટાર ફાસ્ટ બોલર બોલ્ટની ટીમાં વાપસી થઇ છે. ઈજાના કારણે બોલ્ટને વનડે સીરિઝમાં આરામ આપવામાં આવ્યો હતો.
અનુભવી બેટ્સમેન રોસ ટેલર પોતાના ટીમના પૂર્વ ખેલાડી બ્રેન્ડન મેક્યુલમ, ડેનિયલ વિટોરી અને સ્ટીફન ફ્લેમિંગના બાદ 100 ટેસ્ટ મેચ રમનાર ચોથો ન્યૂઝીલેન્ડનો ખેલાડી બનશે. ટેલર ત્રણેય ફોર્મેટમાં 100 મેચ રમનાર કવિઝનો પ્રથમ અંતરરાષ્ટ્રીય ખેલાડી બનશે.
ઉલ્લેખનીય છે કે, T-20 સીરિઝમાં ભારતે ન્યૂઝીલેન્ડનો 5-0થી વ્હાઈટ વોશ કર્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે પણ ભારતનો વનડે સીરિઝમાં 3-0થી વ્હાઈટ વોશ કર્યો હતો. હવે બંને ટીમ વચ્ચે ટેસ્ટ સીરિઝની પહેલી મેચ 21 ફેબ્રુઆરીએ વેલિંગ્ટન અને બીજી ટેસ્ટ 29 ફેબ્રુઆરીએ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે.
ન્યૂઝીલેન્ડી ટીમ: કેન વિલિયમ્સન (કેપ્ટન), ટોમ લેથમ, ટોમ બ્લંડેલ, રોસ ટેલર, હેનરી નિકોલ્સ, બીજે વોટલિંગ, કોલિન ડી ગ્રાન્ડહોમ, ટિમ સાઉથી, નીલ વેગનર, ટ્રેન્ટ બોલ્ટ, એજાઝ પટેલ, કાઈલી જેમિસન, ડેરેલ મિશેલ.